• Gujarati News
  • ધામણવામાં ઉઘરાણીના પૈસા માગતાં જમાઇને સાસરિયાંએ માર માર્યો

ધામણવામાં ઉઘરાણીના પૈસા માગતાં જમાઇને સાસરિયાંએ માર માર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર તાલુકાના ધામણવા ગામમાં સાળાને આપેલા પૈસાની ઉઘરાણી કરતાં જમાઇને સાસરિયાંએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના અને હાલ તાલુકાના કામલપુર ગામમાં રહેતા ગોસ્વામી રમેશપુરી ચમનપુરીએ આઠ માસ અગાઉ ધામણવા ખાતે રહેતા તેમના સાળા પ્રકાશગીરીને ઉછીના પૈસા આપ્યા હતા. જે પૈસાની ઉઘરાણી કરતાં તેમના સાળા પ્રકાશગીરી તેમની બહેન અરૂણાને સાસરીમાંથી ઘરે લઇ ગયા હતા અને શનિવારે રમેશપુરીને ધામણવા સમાધાન માટે બોલાવ્યા હતા. જયાં રમેશપુરીએ ઉઘરાણીના પૈસાની માંગણી કરતાં દશરથગીરી પ્રભાતગીરી ગોસ્વામી, પ્રકાશગીરી દશરથગીરી અને સંજયગીરી દશરથગીરી ઉશ્કેરાઇ ગયા હતા અને રમેશપુરીને ધોકા વડે, જ્યારે તેમની પત્ની અરૂણાબેને પેટમાં ઠુસા માયૉ હતા. આ બનાવ અંગે રમેશપુરીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચાર જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.