• Gujarati News
  • ખેડબ્રહ્નાના ખેડવા જળાશય યોજનાના અસરગ્રસ્તોએ આવેદનપત્ર આપ્યું

ખેડબ્રહ્નાના ખેડવા જળાશય યોજનાના અસરગ્રસ્તોએ આવેદનપત્ર આપ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસરગ્રસ્તોને જમીન ન મળતા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું
ભાસ્કર ન્યૂઝ. હિઁમતનગર
ખેડબ્રહ્ના તાલુકાના ખેડવા જળાશય યોજનાના અસરગ્રસ્તોને આજદિન સુધી તંત્ર દ્વારા જમીન ન ફાળવતા તેઓએ સોમવારે આ અંગે ન્યાય મેળવવા અધિક કલેકટરને એક આવેદનપત્ર આપ્યુ હતું. અસરગ્રસ્તોએ અગાઉ પણ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, સિંચાઇ મંત્રી સહિતના પદાધિકારી સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી.
ખેડવા જળાશય યોજનામાં ૪૭ થી વધુ લોકોના ખેતરો તથા મકાનો જવાથી અસરગ્રસ્તોને ગુહાઇ પુન: વસવાટ પેટા વિભાગ દ્વારા સીતોલ ગામની સીમમાં ખેતરો અને મકાન બનાવવા જમીન તથા સ્થળ બતાવતો પત્ર આપવામાં આવ્યો હતો. પરંતુ આ અસરગ્રસ્તોને હજુ આજદિન સુધી કોઇ જવાબદાર અધિકારી દ્વારા આવી કોઇ જમીન ન ફાળવાતા કે ન મળતા સ્થિતિ કફોડી બની છે.
આવા ૪૭ થી વધુ અસરગ્રસ્તોની સહીઓ સાથે ખેડવા જળાશય યોજનાના કેટલાક અસરગ્રસ્તોએ સોમવારે હિઁમતનગર ખાતે અધિક કલેકટરને એક આવેદન આપ્યુ હતું.