• Gujarati News
  • ટ્રેકૂટરે એકાને ટક્કર મારતાં બે મહિલા ઘાયલ

ટ્રેકૂટરે એકાને ટક્કર મારતાં બે મહિલા ઘાયલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિષ્ણુપુરા(ખરવડા)ના ઠાકોર રાજુજી પથુજી તેમની પત્ની હીરાબેન, કાકા રામાજી તેમજ ભાણી સિદ્ધિબેન સાથે ખેતરનું કામ પતાવી બળદગાડામાં ઘરે આવી રહ્યા હતા. ત્યારે ગણપતપુરા રોડ પર ટ્રેકટર લઇને આવતા પટેલ ભગાભાઇ શંકરભાઇએ એકાને ટક્કર મારી હતી. આથી એકામાં બેઠેલા ત્રણેય જણા નીચે પડી ગયા હતા. જેમાં હીરાબેન અને સિદ્ધિબેનને ઇજા થઇ હતી. આ બનાવ અંગે રાજુજીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.