• Gujarati News
  • સતલાસણાનું વરસંગ તળાવ ભરવા મામલે રાજકારણ : કોંગ્રેસે રેલી યોજી

સતલાસણાનું વરસંગ તળાવ ભરવા મામલે રાજકારણ : કોંગ્રેસે રેલી યોજી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ખેરાલુ
છેલ્લા ૧૫ વર્ષથી સતલાસણાના વરસંગ તળાવને ભરવા રાજ્ય સરકારે કોઇ જ કાર્યવાહી ના કરતાં તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓએ શુક્રવારે ભીમપુરમાં આવેલા આ તળાવથી સતલાસણા સુધી પગપાળા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારની આગેવાનીમાં પક્ષના સતલાસણા તાલુકા પ્રમુખ મહોબતસિંહ ચૌહાણ, ખેરાલુ વિધાનસભા યૂથ સમિતિના કુલદીપસિંહ ચૌહાણ, અજમલસિંહ ચૌહાણ, હર્ષ ભોજક સહિત કાર્યકરોએ શુક્રવારે ભીમપુરમાં આવેલા વરસંગ તળાવથી પગપાળા રેલી યોજી હતી. આ રેલી સતલાસણા પહોંચ્યા બાદ મામલતદારને આવેદનપત્ર આપી વરસંગ તળાવ ભરવાની માગણી કરાઇ હતી. નોંધપાત્ર છે કે, છેલ્લા ઘણા વર્ષથી ખેરાલુનું ચિમનાબાઇ સરોવર અને સતલાસણાનું વરસંગ તળાવ ભરવા ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ અને ત્યાર બાદ હાલના ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ પણ માગણી કરી હતી. જોકે આજદિન સુધી આ માગણી સંતોષાઇ નથી. ત્યારે હવે રાજ્ય સરકારને જગાડવા કોંગ્રેસ મેદાનમાં આવી છે.