• Gujarati News
  • સવાલાની પરિણીતા ગુમ થતાં શોધખોળ

સવાલાની પરિણીતા ગુમ થતાં શોધખોળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : તાલુકાના સવાલા ગામમાં ગોકાજી મહારાજી ઠાકોર તેમના પરિવાર સાથે રહે છે. શનિવારે ગોકાજી કામ અર્થે બહાર ગયા હતા, તયરે તેમનાં પત્ની ચંદ્રીકાબેન નાના દીકરાને ઘરે મુકી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયા હતા. ઘરે આવેલા ગોકાજીએ ચંદ્રીકાબેનને ન જોતાં તપાસ હાથ ધરી હતી. જયાં સગાં-સંબંધીઓને ત્યાં શોધખોળ બાદ પણ ભાળ ન મળતાં આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.