• Gujarati News
  • ભાન્ડુ પાસે રિક્ષાની ટક્કરે રાહદારી મહિલાને ઇજા

ભાન્ડુ પાસે રિક્ષાની ટક્કરે રાહદારી મહિલાને ઇજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની કોલેજ પાસે રિક્ષાચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતાં તેણીને ગંભીર ઇજા પહોંચી હતી છે.
ભાન્ડુ ગામના ઠાકોર ભુપતજી અરજણજી તેમની માતા સંતોકબેન સાથે ખેતરેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે ગામ નજીક હાઇવે પર આવેલી એલસીઆઇટી કોલેજ નજીક ગામના ઠાકોર લાલાજી જીવાજીએ પોતાની રિક્ષા સંતોકબેનને અથડાવતાં તેમને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. આ બનાવ અંગે ભુપતજીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપી છે.