• Gujarati News
  • પાણીના પાઉચનું સપ્લાય ઓથા હેઠળ દારૂનું વેચાણ

પાણીના પાઉચનું સપ્લાય ઓથા હેઠળ દારૂનું વેચાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસા શહેરમાં આવેલી નાકોડા સોસાયટી (મેઘદૂત સોસાયટી)માં પાણીના પાઉચનું સપ્લાય કરવાના ઓથા હેઠળ વિદેશી દારૂનું વેચાણ કરતા યુવકને રૂ.૧૨,૪૦૦ની કિંમતની વિદેશી દારૂની બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.
ડીસા શહેરમાં નાકોડા સોસાયટીમાં પાણીના પાઉચ સપ્લાય કરવાનો વ્યવસાય કરતો યુવક પાણીના પાઉચની સાથે સાથે વિદેશી દારૂની પણ ડિલીવરી કરતો હોવાની બાતમીમળતાં શહેર પી.આઇ. આર.એમ.ભદોરીયાની સુચનાથી પી.એસ.આઇ. તેજેન્દ્રસિંહ ગઢવીએ ડી-સ્ટાફના એ.એસ.આઇ. મણીલાલ, પો.કો. મુકેશ પરમાર, હસમુખ પરમાર સહિત સ્ટાફને સાથે રાખી રવિવારે બપોરે ઓચિંતિ રેડ કરી હતી. જેમાં સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં પાણીના પાઉચના જથ્થા સાથે બિયરના ટીન મળી કુલ રૂ. ૧૨,૪૦૦ની કિંમતનો ૫૩ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનું વેચાણ કરતાં વિકાસ પ્રવિણભાઇ મોદી (રહે, રીસાલા મંદિર પાસે, ડીસા)ની ધરપકડ કરી હતી.