• Gujarati News
  • બિયોક ગામેથી દારૂ ભરેલ ગાડી ઝડપાઇ

બિયોક ગામેથી દારૂ ભરેલ ગાડી ઝડપાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ : વાવ તાલુકાના બિયોક ગામ નજીકથી વિદેશી દારૂ ભરીને જતી અલ્ટો ગાડી વાવ પોલિસે બાતમીના આધારે ઝડપી પાડી હતી. વાવ પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળીકે થરાદ તરફથી સિલ્વર કલરની અલ્ટો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે. જેથી વાવ પોલીસે થરાદ તરફથી આવતી અલ્ટો ગાડી નંબર જી.જે.૮એફ ૩૯૦૪ઉભી રખાવાની કોશિશ કરતાં ચાલકે પુરઝડપે ગાડી ભગાડી વિયોક ગામના પાટિયા નજીક ગાડી મુકી નાસી છુટÛો હતો. પોલિસે ગાડીની તલાસી લેતા તેમાં વિદેશી દારૂની બોટલ નંગ ૩૪૮ જેની િંકમત રૂ.૩૭,૨૦૦ તેમજ ગાડીની કિંમત ૧,૫૦,૦૦૦ મળી કુલ ૧,૮૭,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.