• Gujarati News
  • ધોળકાનું નવા સામાંકન બાદનું ચિત્ર

ધોળકાનું નવા સામાંકન બાદનું ચિત્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ડ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ધોળકા વિધાસનભા સીટ નવા સીમાંકન બાદની િસ્ેથતિ ઉપર નજર નાખીએ તો ઘણા સમીકરણો બદલાયા છે. નવા સીમાંકનમાં બાવળા વિધાનસભા રદ થતા બાવળા તાલુકાના ૧૮ ગામોનો ધોળકા વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ધંધુકા તાલુકાના ૩૩ ગામો છે ધોળકા જુની વિધાનસભા સીટમા હતા તેને આ સીટમાંતી બાતલ કરી ધંધૂકા સીટમાં ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે આવનારી વિધાનસભાની ચૂંટણી માટે બન્ને મુખ્ય પક્ષો માટે પણ હાર જીત માટે નવા સમીકરણો જોવા મળશે. ધોળકા વિધાનસભાના કુલ-૨૦૨૦૦૦ જેટલા મતદારો છે. જેમાં જ્ઞાતિ મુજબ મતદારોની સંખ્યા કોળી પટેલ મતદારોમાં ઘટાડો અને ક્ષત્રિય, ઠાકોર અને દલિત મતદારોની સંખ્યાના વઘારો થતા સમીકરણોમાં પણ મોટા ફેરફાર થયા છે.
મતદારોના સમીકરણોથી બન્ને મુખ્ય પક્ષો માટે કોને ફાયદો થશે તે તો જોવાનું રહ્યું પણ ચૂંટણી જંગ ખરાખરીનો જામશે. આ સીટમાં છેલ્લાં વીસ વર્ષથી કાયમી પણે કોઇ એક પક્ષનો દબદબો રહ્યો નથી, પરિવર્તન થતું રહ્યુ છે. હાલ કોંગ્રેસ આ સીટ પર સત્તા પર છે તો ભાજપ પાસે પરિવર્તન માટે રાજ્યના વિકાસના મુદ્દાઓ, ગામડાઓમાં વધારે ગ્રાંટોની ફાળવણી, ડાર્ક ઝોન ઉપાડયો, ધોલેરાસરનો વિસ્તારને લાભ જેવા ચૂંટણીલક્ષી મુદ્દાઓ છે અને મજબૂત સંગઠન અને યોજનાબદ્ધ કામગીરીથી પક્ષ હાલ મજબૂત સ્થિતિમાં છે, તો કોંગ્રેસ પાસે હાલ લોકો સમક્ષ જઇ શકાય તેવો કોઇ જ મુદ્દો નથી સત્તા સ્થાને હોવા છતાં વિસ્તારના કામો થયા નથી અને ધારાસભ્ય પાંચ વર્ષોમાં જાહેર જીવનથી અળગા રહ્યા છે જેથી પક્ષની સ્થિતિ વધારે ખરડાઇ છે અને સંગઠન સાવ નબળું પડી ગયું છે અને સંગઠનમાં વીખવાદો જોવા મળે છે. જેથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડયો છે. ભાજપ માટે શહેરમાં સત્તા સ્થાને હોવા છતાં શહેર વિસ્તારમાં ગંદકી, પાણી, ગટરો, ઉબડખાબડ રસ્તાઓ, વ્યાપક દબાણો, બસ સ્ટેન્ડની સમસ્યા અને ગામડાઓમાં ભાલ વિસ્તારના ગામોમાં પીવાના પાણી, અંતરયાળ ગામડાઓના રસ્તાઓ સિંચાઇના પાણી, ફતેહવાડીના છેવાડા ગામોમાં સિંચાઇનું પાણીના મળવું અમુક ગામોમાં પુરની સ્થિતિ આવી છે તેવી સમસ્યાઓ વગેરે અસર કરી શકે છે.