• Gujarati News
  • ગણેશોત્સવમાં પંડાલો બંધ કરાવવા પોલીસે ધોકા પછાડતા લોકરોષ

ગણેશોત્સવમાં પંડાલો બંધ કરાવવા પોલીસે ધોકા પછાડતા લોકરોષ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળીછે, ગુનેગારોને કાબૂમાં લેવામાં પોલીસનું પાણી લોકોએ માપી લીધું છે ત્યારે પોલીસ ધાર્મિક પ્રસંગોએ નિર્દોષ શહેરીજનોને રંજાડી રોફ જમાવવાનો પ્રયાસ કરે છે. આવોજ વધુ એક વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રિના ૧૧ વાગ્યે શહેરમાં ગણેશોત્સવના પંડાલો બંધ કરાવવવા પોલીસે ધોકા પછાડતા હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. અને કોઇપણ સંજોગોમાં પોલીસની બેધારી નીતિ નહીં ચલાવી લેવાનો નિધૉર વ્યક્ત કર્યો હતો.
શનિવારે રાત્રિના ૧૧ વાગ્યે પોલીસ કન્ટ્રોલરૂમમાંથી આદેશ છૂટતાજ પોલીસ શહેરભરમાં ફરી વળી હતી. અને જુદા-જુદા વિસ્તારમાં યોજાયેલા ગણેશોત્સવના પંડાલો બંધ કરાવવા આયોજકોને ધમકાવવાનું શરૂ કયુંં હતું. અનેક વિસ્તારમાં પોલીસના તાપ સામે ઝૂકીને આયોજકોએ શ્નધ્ધાળુઓને વિનંતી કરી રવાના કરી દીધા હતા. અને ભગવાનની આરાધનામાં પોલીસ વિલન બનતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. શહેરના જાણતી એડવોકેટ દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, સુભાષનગર, રૈયારોડ, અને વૈશાલીનગર વિસ્તારમાં પણ પોલીસે રોફ જમાવ્યો હતો. અને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પંડાલના આયોજકોએ સામૂહિક ધરપકડની તૈયારી દાખવી પંડાલો ચાલુ રાખતા પોલીસ રવાના થઇ ગઇ હતી.
એડવોકેટ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પોલીસને નવરાત્રિ, ગણેશોત્સવ સહિતના હિન્દુ પર્વમાં જ કાયદો યાદ આવે છે. અન્ય તહેવારોમાં આખી રાત માઇક ગુંજે છે ત્યારે પોલીસ કંઇ કરતી નથી. ગણેશોત્સવ વખતે પંડાલો બંધ કરાવવાની ઘટના હિન્દુ સંસ્કૃતિ પરની તરાપ છે. જે કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. અને પંડાલો રાબેતા મુજબ રાત્રિના નિયત સમય સુધી ચાલશે. પોલીસ તંત્ર દ્વારા જો પરેશાની કરવામાં આવશે તો આગામી દિવસોમાં આ મુદ્દે લડત ચલાવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.