• Gujarati News
  • માિળયામાંથી ૨૧ મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ ગઈ

માિળયામાંથી ૨૧ મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ ગઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માિળયા હાટીનામાંથી ગઈકાલે એક ઘરમાં મહિલાઓ જુગાર રમતી હોય પોલીસને બાતમી મળતા ૨૧ મહિલાઓ સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. માિળયા ગામે માધવનગરમાં રહેતો રમેશચંદ્ર મનસુખલાલ નામનો શખ્સ બહારથી તીનપત્તીનો જુગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની બાતમીને આધારે પોલીસને માહિતી મળી હતી.
આથી માિળયાનાં પીએસઆઇ એચ. એમ. ચૌહાણ અને તેના સ્ટાફના માણસો સાથે રાખી ગઇકાલે સાંજે પાંચ વાગ્યે દરોડો પાડÛો હતો. જેમાં સોનલબેન ધર્મેન્દ્રિંસહ, ઉષાબેન જીતેન્દ્ર, શાંતિબેન જીતુભાઇ, શાંતાબેન વક્રિમસિંહ, શાંતિબેન પ્રદપિસિંહ, દેવકુબેન વિરેન્દ્રસિંહ, પુષાબેન છોટુભાઇ, જાગૃતિબેન હરેશભાઇ સહિત ૨૧ જેટલી મહિલાઓને પોલીસે ઝડપી લઈ જુગારધારાની કલમ નોંધી હતી. જયાંથી જુગારનાં પટમાંથી રૂ. ૧૨,૮૩૫ ની રોકડ રકમ કબ્જે કરી હતી. આ અંગે પોલીસે સ્થામિક રાજકીય દબાણ વગર તમામ સામે ગુનો દાખલ કર્યો હતો.