• Gujarati News
  • મોરારબિાપુ મહુવાના આં.રા. આધ્યાિત્મક મહામાનવ

મોરારબિાપુ મહુવાના આં.રા.-આધ્યાિત્મક મહામાનવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીકીપીડીયાના કહેવા મુજબ જુદી જુદી રામાયણો લગભગ ૩૦૦ કવિઓ કે સંતોએ લખી છે. તેમાં વાલ્મીકિ રામાયણ મુખ્ય છે. મોરારબિાપુ જે રામકથા કહે છે તે તુલસીદાસે રચેલ રામચરિત માનસ ઉપરથી રામકથા કહે છે. એ પછી કવિ કાલિદાસે ‘રઘુવંશ’નામનું મહાકાવ્ય રચ્યું. પણ આજે મોરારબિાપુના જન્મદિવસે કવિ કાલિદાસને યાદ કરવાનો મોકો ઝડપ્યો છે. કાલિદાસે ‘‘રામાયણ’’ સ્વરૂપે નહીં પણ રઘુવંશના મહાકાવ્ય દ્વારા રામના રઘુવંશની ગાથા ગાઈ છે.’’મોરારબિાપુ અને હું એક જ મહુવા શહેરની જુદી જુદી સ્કૂલોમાં ભણ્યા છીએ. મારી મનજી નથુ ખોજાની સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક ગોકળદાસ હતા. તે રઘુવંશનું સીતાત્યાગનું પ્રકરણ શીખવતા ત્યારે શરૂથી કથા કહેતા.
કવિ કાલિદાસની મહાન ત્રણ કૃતિમાં રઘુવંશ મહાકાવ્યા ત્રીજું છે. પ્રથમ બે મહાકાવ્યોમાં કુમારસંભવ અને બીજામાં મેઘદૂત છે. કાલિદાસની યુવાવસ્થામાં તે ‘અભણ’ ગણાતા. તો પછી આવાં ત્રણ મહાન કાવ્યો જેમાં રઘુવંશ એટલે રામાયણ પણ આવે છે. તે રચવાની પ્રેરણા કેમ મળી? અમને સંસ્કૃતના શિક્ષક કહેતા કે કશોક ત્રાગડો રંચીને વિધ્યોત્તમા નામની વિદ્વાન સ્ત્રીનાં લગ્ન કાલિદાસ સાથે કરાયાં. પત્નીને કાલિદાસના ગમારપણાનો ખ્યાલ આવ્યો ત્યારે કાલિદાસને ઘરમાં પ્રવેશતી વખતે દરવાજો બંધ કરી મહેણાનાં સંસ્કૃતમાં પત્નીએ ત્રણ શબ્દો ઉચ્ચાયૉ. ‘અિસ્ત કશિ્ચદ વાગ વિશેષ?’ કહેવાય છે કે આ ત્રણ શબ્દોના પ્રથમ અર્થ પકડીને કાલિદાસે એવી ‘સરસ્વતી’ની સાધના કરી કે તેમાંથી જગતને ત્રણ મહાકાવ્યો મળ્યાં. આિસ્ત શબ્દ ઉપરથી કુમારસંભવ-અસ્તુ તરશ્યામ્ દશિી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. કશિ્ચદ ઉપરથી મેઘદૂતનો પ્રથમ ®લોક અને ‘વાક’ શબ્દથી રઘુવંશ યાને કે ‘મોરારબિાપુની’ રામાયણ રચાઈ.
રઘુવંશનો એક જ ®લોકનો સાર મહત્વનો છે:
શૈ થવેમ્યસ્તવિદયાના..., યૌવને વિષયૈ િષ્ણમ
વાર્ધ કે મુનિ વૃત્તિનાં, યોગે નાનન્તે તનુ ત્યજામ્
અથૉત્ બાલ્યકાળમાં વિધ્યાભ્યાસ. શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ. આમાં રામાયણકાળમાં યુદ્ધનું શિક્ષણ પણ આવી જતું. યૌવનમાં સાંસારિક ભોગ. વૃદ્ધાવસ્થામાં ઋષિઓ સાથે સહવાસ અને અંતમાં યોગ દ્વારા દેહત્યાગ.
મહુવાના શિક્ષકે આમ રામાયણનું કથામૃત કહેલું પણ મોરારબિાપુ તે શિક્ષક પાસે ભણ્યા નહોતા. હાઈસ્કૂલ તો ખરી જ પણ ખરું શિક્ષણ આપસૂઝથી અને દાદાના સંસ્કારથી મેળવ્યું. મોરારબિાપુના દાદા ત્રભિુવનદાસ રામકથા કરતા અને કથા સાંભળી ગામડાના લોકો તેમને તહેવારોમાં અનાજ એટલે કે બાજરો કે અડદ આપતા.
આજે પણ બાપુ ‘દાદાના વખતના બાજરા’નો રોટલો અને દહીં સવારે શિરામણમાં મોરારબિાપુ ધર્મશાળામાં પણ જમે છે. આ લખું છું ત્યારે હિમાચલ પ્રદેશના ધર્મશાલા ગામ જયાં તિબેટથી હજિરત કરી આવેલા દલાઈ લામા એક ‘બીટલ લ્હાસા’ જેવું આધ્યાિત્મક શહેર વસાવીને રહે છે ત્યાં બાપુની કથા ચાલે છે. ચીને બહારવટુ ખેડીને દલાઈ લામાના તિબેટને ધરાસર પડાવીને દલાઈ લામાને ભારતમાં બીટલ લ્હાસા પેદા કરીને રહેવું પડયું. હરિયાણાના ૪૭૮૦ ફૂટની ઊંચાઈના ધર્મશાલા ગામમાં યોગાનુયોગ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨થી પોલીસ ગ્રાઉન્ડમાં બાપુની કથા ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી ચાલવાની છે.
મોરારબિાપુ અને દલાઈ લામાને આધ્યાિત્મક દોસ્તી છે. ૬ઢ્ઢી જાન્યુઆરી ૨૦૦૯ના મહુવામાં મોરારબિાપુએ વર્લ્ડ રિલિજિયન કોન્ફરન્સ ભરેલી ત્યાં દલાઈ લામાને મળવા હું ભાગ્યશાળી થયેલો. તેમણે આ વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન કરેલું. ધર્મશાલાની વસતિ ૨૦૦૦૦ છે. તે બાપુની કથા થકી બમણી થઈ જવા માંડી છે. મેકલોઈડ ગંજમાં લામાએ ધર્મનગરી બનાવી છે. એક પંથને ત્રણ કાજ થશે.
ધર્મશાલામાં ચામુંડાદેવીનાં નવરાત્ર પહેલાં દર્શન કરી શકશો શક્તિપીઠ, કાંગડા, બજેશ્ર્વરી દેવીનાં દર્શન સાથે તમને અધ્યતન ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમ જોવા મળશે. દલાઈ લામાએ પશ્ચિમી લેખક જેરોમ લાઉફરને એક આધ્યાિત્મક સંદેશો આપેલો તે સંક્ષેપમાં કહેવા માગું છું ‘આ જગતના તમામ ધર્મો એક સુંદર બાગ જેવા છે. તેમાં ઊંચા વૃક્ષો, નાના છોડ અને અનેક રંગી
ફૂલો, વિવિધ સુંગધો અને વિવિધ રંગોનો વિશ્વધર્મ છે. અહીં આ સ્úિષ્ટને
ભેગા મળીને શાંતિથી આધ્યાિત્મક માર્ગ જઈને ભોગવવાની છે.
મોરારબિાપુના ત્રણ ટૂંકા શબ્દોમાં કરુણા શબ્દ પણ છે તે દલાઈ લામાનો મુખ્ય સંદેશ છે.
એ ર્દિષ્ટએ મોરારબિાપુ તલગાજરડામાં જન્મીને વિશ્વમાનવ બની ગયા છે. બચપણમાં દાદા પાસે રામાયણની પાંચ ચોપાઈ સાંભળતા. એ ચોપાઈ તેમણે મહુવા ઉઘાડે પગે ચાલીને જાય ત્યારે ગોખીને કંઠસ્થ કરવાની રહેતી. ઘણી વખત રાત્રે માલણ નદીમાં પૂર આવ્યું હોય તો છાતીસમાણા પાણીમાં પડીને મોરારબિાપુ રાત્રે ૨ વાગ્યે તલગાજરડા પહોંચતા ત્યારે પણ ત્રભિુવન દાદાને ચોપાઈ સંભળાવીને પછી જ સૂતા.
આમ ત્રણ વર્ષે મોરારબિાપુને આખું રામચરિત-માનસ પાકું થઈ ગયું. બાર તેર વર્ષની વયે તલગાજરડાના પાદરે એક પરબડી હતી તે ઝૂંપડામાં જઈને ગામના ટાબરિયાને ભેગાં કરી રામાયણની ચોપાઈ સંભળાવે અને બાળકો સાથે મોટેરા મંત્રમુગ્ધ થઈને સાંભળતા. બચપણથી જ કાવ્યોનો અને પછી ઉર્દૂ શાયરીનો શોખ જાગ્યો તે તેના વાર્તાલાપમાં આજે જણાઈ આવે છે. એક વખત ‘ઈંદિરા ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશન ડે’ના પ્રવચનમાં તેમણે ગાલીબની શાયરી ટાંકેલી.
મોહબ્બત મેં દિલ આજ ગભરા રહા હૈ,,તસવ્વુર હકીકત હુઆ જા રહા હૈ
મદીના યહાં સે બહુત દુર હૈ લૈકીન,મદીના યહાં સે મજરા રહા હૈ
(મોરારબિાપુ વાહ વાહ દુબારા દુબારા.) મોરારબિાપુએ કહેલું વિવિધ ધર્મો કે તીર્થસ્થળો બહુ દૂર નથી. તમારા હૃદયમાં જ છે માત્ર તમામ ધર્મો વચ્ચે પ્રેમ હોવો જોઈએ. જ્યારે હૃદય મહોબ્બતથી ભરેલું હોય છે ત્યારે મક્કા કે મદીના દૂર નથી. તમારા હૃદયમાં દરિયો બનીને તીર્થ વહે છે.
જો મોરારબિાપુ કોલેજમાં ભણ્યા હોત તો કદાચ ‘બાપુ’ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ન પામત. આગળ ભણવા પૈસા નહોતા તેથી જુનાગઢ નજીક શિક્ષકની તાલીમ લીધી. ત્યારે પ્રત્યક્ષ પાઠ આપવા શાળામાં બાળકોને શીખવવુ પડતું. બાપુ કવિતા સમજાવતા તેમાં બાળકોને ખૂબ રસ પડતો. તેમાં જ રામાયણના પ્રસંગો અને કલાપીની કવિતાનું રસદર્શન કરાવતાં. શાપુરની તાલીમ પછી મહુવામાં સ્વામિનારાયણની સ્કૂલમાં શિક્ષક બન્યા. મહુવામા સંગીત કાર્યક્રમ હોય ત્યાં પહોંચી જતા. સાવરકુંડલા પાસે બાઢડા ગામે પંજાબી સાધુ યોગાનંદજીનો આશ્રમ છે ત્યાં પગે ચાલી જતા અને ગાવાની તકમળે તેની રાહ જોતા. મોરારબિાપુની આ આધ્યાિત્મક-દડમજલ તેનાં માતા-પિતા અને તેમની પોતાની પાસેથી સાંભળેલી. તે હજી અધૂરી છે મહુવાના જણ તરીકે-ઈટ વોઝ માય પ્રિવિલેજ!