• Gujarati News
  • ટઈડના શહેર પ્રમુખ સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ટઈડના શહેર પ્રમુખ સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારનગર ખાતે અને ઠક્કરબાપાનગર વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલા શહેર કોંગ્રેસ કાર્યકરોના સંમેલનમાં એનસીપીના શહેર પ્રમુખ છગનભાઈ પટેલ અને ૨૦૦ જેટલાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના ઉપ પ્રમુખ અશોક પંજાબી અને શહેર કોંગ્રસના પ્રમુખ પંકજ શાહના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર સતત જુઠ્ઠાણા ચલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે.જ્યારે સાંસદ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે,કોંગ્રેસ સત્ત્તા માટે નહીં પણ દેશના હિત માટે રાજનીતિ કરે છે.કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ કહ્યું હતું કે,કોંગ્રેસની ઘરનું ઘર યોજનાને લોકોના ઘરો સુધી પહોંચાડાશે. કોંગ્રેસે જ શહેરને મેગા સીટીનો દરજજો અપાવ્યો છે.