• Gujarati News
  • અણ્ણા, અફરાતફરી, વપિક્ષ અને વિષાદ...

અણ્ણા, અફરાતફરી, વપિક્ષ અને વિષાદ...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી દરબારના સ્તરે રાજકીય અફરાતફરીનો માહોલ બરાબરનો જામેલો છે, અને ભલે અવિશ્વાસનો મત તત્કાળ પસાર થઈ શકવાનો નથી તોપણ એક તરેહની અસ્થિરતાનો અવશ્ય છે. જોકે ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી નહીં કરીએ, પણ નવી દિલ્હીમાં મળેલ ‘કા‹ન્ફરન્સ આ‹ન ઇકોનોમિક ગ્રોથ ઇન એશિયા અ‹ન્ડ ચેઇન્જઝિ આ‹ફ કોર્પોરેટ એન્વાયરનમેન્ટ’થી કરીશું. બને કે આ ‘કા‹ન્ફરન્સ આ‹ન ગ્રોથ’નો ઉલ્લેખ થતાં તમારી નજર સામે એ ડ્રામો કહો તો ડ્રામો, હંગામો કહો તો હંગામો તરી આવે જ્યારે પોતાને વકીલ કહેતા એક રાજકીય કાર્યકરે ખુરશી પરથી ખાબકીને શર્ટઉતારી વડાપ્રધાનના ભાષણ પૂર્વે વિરોધ નોંધાવ્યો હતો. સલમાન ખાનને રાજકીય ક્ષેત્રે પણ મિત્રતાબોધનું સુખ મળે એવી આ શર્ટ ઉતાર શૈલી વિશે તો ન કહ્યું જ ઠીક. માત્ર, આ દેખાવકારના મુદ્દા વિશે ઊહાપોહને અવકાશ અવશ્ય છે. એમનું કહેવું હતું કે બજારમાં સીધા વિદેશી મૂડી પ્રવેશની સામે વિરોધ નોંધાવવા માટે હું ઊભો થયો છું.
અર્થશાસ્ત્રી વડાપ્રધાન, દેશના વડા ન્યાયમૂર્તિ અને બીજી આ ક્ષેત્રની નિષ્ણાત પ્રતિભાઓ વચ્ચે આ દેખાવકારની હેસિયતનું શું કહેવું. કબૂલ કે નાનામાં નાના માણસના અવાજને અવકાશ હોવો જોઈએ. કબૂલ કે સત્ય પેલા હાન્સ ક્રશ્ર્વિન એન્ડરસનના બાલપાત્રની પેઠે કોઈક નાના માણસને મુખે પણ પ્રગટ તો થઈ શકે. આ દેખાવબહારદુર લાલુપ્રસાદના પક્ષ સાથે સંકળાયેલા છે. અલબત્ત, પક્ષે સ્પષ્ટતા કરી છે કે અમે યુપીએ સરકારની સાથે છીએ અને આ હરકતનો વિરોધ કરીએ છીએ. વારુ, તમે કહેશો, આટલું મોણ ક્યાં સુધી. મુદ્દા પર આવો ને. ભાઈ, એ સ્તો મુશ્કેલી છે કે દિલ્હી દરબારમાં આજકાલ નહીં મુદ્દાના મુદ્દાવાળી ચાલે છે! વડા વપિક્ષ એટલે કે ભાજપની જ વાત કરો. ગૃહને નહીં ચાલવા દેવાની વક્રિમી કારવાઈ પછી હવે એ ગૃહના ખાસ અધિવેશનની માગણી કરે છે. (વાતે સાચી, કોઈક વાંકદેખો જણ કહેશે, ગૃહ મળે નહીં તો પછી ઠપ શું કરીએ. જોકે, બીજો કોઈ વાંકદેખો જણ એમ પણ કહી શકે કે અગાઉ કા‹ંગ્રેસે શું કર્યું હતું.)
ભાજપ, ડાબેરીઓ-અને, અલબત્ત, ખાસ તો તૃણમૂલ-‘રોલ બેક’ની માગ કરી રહ્યા છે. પણ, પોતપોતાના શૈલીવળોટ સાથે ૧૯૯૧થી કા‹ંગ્રેસ અને બીજી સરકારોએ તેમ એનડીએનાં છ વરસ અને યુપીએનાં આઠ વરસ સળંગ કાના માતર ફેરે જે આર્થિક નીતિ ચાલુ રહી છે એમાં હાલનું પગલું કંઈ એકાએક આવી પડેલું નથી. એ છે તો પેકેજનો જ હિસ્સો. મમતા એનડીએમાં ગયાં-આવ્યાં, આવ્યાં-ગયાં, યુપીએમાં ગાદીએ બેઠાં, બધો વખત આર્થિક નીતક્રિમ તો આ જ જારી હતો. જો વપિક્ષનો ઠીક ઠીક હિસ્સો ઝોકફેરે પણ એક જ નીતક્રિમને ધોરણે સત્તાપક્ષની સાથે હોય તો વપિક્ષ પરત્વે અપેક્ષિત ભૂમિકા શું હોય? ભાઈ, તમે આ નીતિના કાયૉન્વયન પર ચોંપ રાખો. અમલ સરખો થાય તેમાં શું ખૂટે છે એ કહો. માહિતી અધિકાર અને રોજગાર અધિકારને જનતાના ઓજાર તરીકે ખેલી અને ખીલવી જાણો. કામ જ કામ છે. અવસર જ અવસર છે. મનમોહનસિંહ તો માનો કે પક્ષકાર છે. પણ આ ‘કા‹ન્ફરન્સ આ‹ફ ગ્રોથ’ને સંબોધતાં દેશના વડા ન્યાયમૂર્તિ કાપડિયાએ શું કહ્યું, એ નોંધ્યું તમે? એમણે પહેલાં તો સીએજીનો સવાલ ચચ્ર્યો. એમના અધીન મતે ‘ક‹ગ’ જે સંભવિત નફાની વાત કરે છે તે અભપિ્રાય અને અનુમાનનો વિષય છે. જ્યારે ખોટ એ વાસ્તવિક આંકડાની બાબત છે. દિલ્હીમાં અને રાજ્યોમાં કંઈ એક જ સત્તાપક્ષ તો નથી... પણ બધા પક્ષો એકબીજાના ‘કોલગેટ’ની ચર્ચા જોરશોરથી કરે છે!
જોકે, વડા ન્યાયમૂર્તિ કાપડિયાએ માકૉની વાત તો એ કહી એમણે કે ‘આર્થિક સુધારા’માં પહેલ અને સાતત્ય આવકાર્ય જ છે. પણ અર્થતંત્રને ઘાંચમાંથી બહાર કાઢવાના આ બધા આવકાર્ય પ્રયાસો, જો થોડાક વગદાર (વેલકનેકટેડ) લોકો જ એનાથી સંભવિત લાભનો કોિળયો કરી જવાના હોય તો બેમતલબ બની રહેશે. વાસ્તે, ન્યાયમૂર્તિ કાપડિયાને મતે, કાયદાનું શાસન બરાબર પળાય એ જરૂરી છે. તે સિવાય આર્થિક સુધારાના લાભો અને સર્વસમાવેશી વિકાસ વચ્ચેનાં જુવારાં જેમનાં તેમ રહેશે. આટલું કહેવા ઉપરાંત એમણે એ પણ એક વાત પોતાની રજૂઆતમાં દેશીવિદેશી હર સીધા મૂડીરોકાણને, તે કેટલી વધુ રોજગારીઓ નિમૉણ કરશે એને આધારે આવકાર ઘટે છે.
૨૦૧૪ને ઢૂંકડું જાણી જો સૌ બિનકા‹ંગ્રેસ પક્ષો અમથો અમથો ‘બંધ દાવ’ ખેલવાના હોય તો એમની હેસિયત પેલા શર્ટ ઉતાર દેખાવકારને મુકાબલે ક્યાં ને કેટલી. આ પ્રશ્ન કા‹ંગ્રેસની તરફેણમાં નહીં પણ સક્ષમ વિકલ્પની શોધમાંયે ઉઠાવવા સરખો હતો અને છે. જેમ સક્ષમ વિકલ્પની તેમ તે હોય અગર ન હોય ત્યારે પણ તટસ્થ ને પ્રભાવક લોકમતની ખોજ અને માવજત બેલાશક જરૂરી છે. ૨૦૧૧ના પૂવૉર્ધમાં અણ્ણા પરબિળનો રાષ્ટ્રીય ઉદય એ કારણે સ્તો આપણને સૌને ગમ્યો હતો. ટીમ અણ્ણાનું વખિેરાવું જ્યારે એ જૂના દિવસો યાદ કરીએ ત્યારે એક પ્રકારે વિષાદ ગજવે છે, પણ બીજી રીતે એક અર્થમાં તક ચૂકયા છતાં અણ્ણાને અંગે ધોરણસરની નવી પારીની આશા અને અપેક્ષા જગવે છે. બને કે આ તબક્કાને મીડિયાઈ લાલજાજમનું પૂર્વવત્ સુખ નયે મળે. પણ વિશાળ હિતને સારુ કામ કરનારાઓનો જીવનપંથ કંઈ ‘દૂધે વાળુ’ કરવાની રીતે તો બધો વખત પસાર થતો જાણ્યો નથી.