# સાર સમાચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણ પુિષ્ટ હવેલી માર્ગ નામાભિધાન કરાયું

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર તળાવથી કલ્યાણ પુિષ્ટ હવેલી થઇને અંધજન મંડળ અને અંધજન હોસ્ટેલ વચ્ચે પસાર થતા રસ્તાનું નામ ‘કલ્યાણ પુિષ્ટ હવેલી માર્ગ’ નામાભિધાન કરવાનો સમારોહ રવિવારે યોજાયો હતો. કલ્યાણ પુિષ્ટ હવેલીના પ્રાંગણમાં સવારે ૧૧ કલાકે ગોસ્વામી ૧૦૮ દ્વારકેશલાલ મ.ની નશિ્રામાં મેયર અસિત વોરાના હસ્તે નામાભિધાન સંપન્ન થયું હતું. ગોસ્વામી દ્વારકેશલાલ મહારાજે જણાવ્યું હતું કે, કલ્યાણ પુિષ્ટ હવેલી માર્ગ નામ જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે તે રીતનો ભાવ થયો કે વૈષ્ણવો પોતાના કલ્યાણ માટે કલ્યાણરાયજી અને ગોવર્ધનધરણજીના દર્શન માટે હવેલી માર્ગ પરથી પસાર થઇને જીવનને ધન્ય કરશે. વૈષ્ણવ સંપ્રદાયમાં પુિષ્ટ માર્ગ છે તેમ વૈષ્ણવો કલ્યાણ પુિષ્ટ હવેલી માર્ગ પરથી પસાર થઇને પ્રભુના દર્શને પહોંચશે.