• Gujarati News
  • વીએસમાં પ્રસૂતિ બદલ ગરીબ મહિલા પાસેથી ~૧૬૭૦ ચાર્જ વસૂલાયો

વીએસમાં પ્રસૂતિ બદલ ગરીબ મહિલા પાસેથી ~૧૬૭૦ ચાર્જ વસૂલાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલ.જી. હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલા પાસેથી હોસ્પિટલ દ્વારા રૂ. ૯૧૦નો ચાર્જ કરાયાનાં કિસ્સાને માંડ ચારથી પાંચ દિવસ થયાં છે, ત્યારે વી.એસ. હોસ્પિટલમાં અંત્યોદય કાર્ડધારક મહિલા પાસેથી પ્રસૂતિનો રૂ. ૧૬૭૦ ચાર્જ લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને પગલે શહેરની કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ગરીબો માટે સરકાર દ્વારા જાહેર કરેલી આરોગ્યલક્ષી યોજનાઓનું બાળમરણ થતું હોવાનું લાગી રહ્યું છે.
ધોળકા તાલુકાનાં વટામણ ગામમાં રહેતાં જનકબહેનના પતિ વનાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ૧૦ દિવસ પહેલાં મારી પત્નીને પ્રસૂતિ માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જયાં ઓપીડી કેસ નં- ૩૦૧૨૨૦૦૪૭ કાઢયા બાદ મને પ્રસૂતિ ચાર્જનાં પૈસા ભરવાનું જણાવ્યું હતું.
મેં અંત્યોદય કાર્ડ અને ગામનાં સરપંચનો દાખલો રજૂ કર્યો હતો. તેમ છતાં આવું કોઇ કાર્ડ ચાલશે નહિ, તેમ સંભળાવી દેવામાં આવ્યું હતું. જેથી આ અંગે હોસ્પિટલનાં સ્ટાફને વિનંતી કરી હતી કે, હું ખેતમજૂરી કરું છું. તેમજ સરકાર દ્વારા અમને અંત્યોદય કાર્ડ અપાયું છે, તો સરકારની યોજના પ્રમાણે તમે મને લાભ અપાવવા મદદ કરો. છતાં હોસ્પિટલતંત્રએ મારી કોઇ વાત સાંભળી નહીં અને મારી પત્ની હોસ્પિટલમાં ત્રણ દિવસ રાખવાનાં તેમજ ઓપરેશન ચાર્જ પેટે રૂ. ૧૬૭૦ ભરાવડાવ્યાં હતા. જો સરકાર દ્વારા અમારા જેવાં ગરીબો માટે વિવિધ યોજનાઓ બનાવાતી હોય પણ હોસ્પિટલ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવે તો આવી યોજનાનો કોઇ અર્થ રહેતો નથી.