• Gujarati News
  • એસ.જી.હાઈવેની કલબમાંથી એનઆરઆઇનો સામાન ચોરાયો

એસ.જી.હાઈવેની કલબમાંથી એનઆરઆઇનો સામાન ચોરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસજી હાઇવે પર આવેલી રાજપથ કલબમાં ઉતરેલ એનઆરઆઇ પરિવાર અમદાવાદમાં ખરીદી કરીને પોતાના રૂમમાં નિદર માણી રહ્યો હતો ત્યારે જ ત્રાટકેલી ચોર ટોળકી તેમનો સામાન ચોરીને પલાયન થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થયા બાદ એનઆરઆઇ પરિવારે ફરિયાદ નોંધાવવા ઇનકાર કર્યો હતો. જોકે પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે કે કલબની પ્રતિષ્ઠા જોખમાય નહિ માટે સંચાલકોએ આ પરિવારને ફરિયાદ નહિ નોંધાવવા મનાવી લીધા છે.
વિદેશથી અમદાવાદમાં ખરીદી કરવા માટે આવેલ એનઆરઆઈ પરિવાર રાજપથ કલબમા ંરોકાયો હતો. શનિવારે ખરીદી કરી પરિવારના સભ્યો પોતાના રૂમમાં સૂઇ ગયા હતા ત્યારે પાછળના દીવાલ કૂદીને કલબમાં પ્રવેશેલા ચોર રૂમમાં પ્રવેશી રૂપિયા દોઢ લાખની મતા ચોરી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે આ બાબતે તપાસ આદરી હતી, પરંતુ એનઆરઆઇ પરિવારે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી દેતાં પોલીસ પરત ફરી હતી.