• Gujarati News
  • વિનુએ ભૂજ જેલમાં શિવાને પણ સોપારી આપવા મિટિંગ કરી હતી

વિનુએ ભૂજ જેલમાં શિવાને પણ સોપારી આપવા મિટિંગ કરી હતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ. જી. હાઈવે પરના ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલના નિમા હાઉસમાં લૂંટનો પ્રયાસ કરનાર શિવામહાલિંગમને પણ વિનુ ભગતે ઘનશ્યામની સોપારી આપવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ વિનુ ભગત ભૂજની પલારા જેલમાં બંધ શિવામહાલિંગમને મળ્યો હતો અને ઘનશ્યામ ઢોલિયાનો કાંટો કાઢવાની વાત કરી હતી. જો કે તે સમયે મહાશિવાલિંગમ પાસે માણસો ન હોવાથી તેણે વિનુ ભગતને ના પાડી દીધી હતી. લગભગ તે જ અરસામાં અમદાવાદનો ડોન અબ્દુલ વહાબ પણ પલારા જેલમાં જ હોવાથી વિનુ ભગતે તેનો સંપર્ક સાધ્યો હતો કે નહીં તે અંગે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.