• Gujarati News
  • વાદળછાયા વાતાવરણને પગલે શહેરનાં મહત્તમ તાપમાનમાં ઘટાડો

વાદળછાયા વાતાવરણને પગલે શહેરનાં મહત્તમ તાપમાનમાં ઘટાડો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લા બે દિવસથી પ્રર્વતતા વાદળછાયા વાતાવરણને પગલે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. શનિવાર અને રવિવારના રોજ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેતાં મહત્તમ તાપમાન બે ડિગ્રી ઘટીને ૩૨.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે રાજ્યનાં કંડલા એરપોર્ટમાં ૩૪.૭ તેમજ ભુજ અને ગાંધીનગરમાં ૩૪.૨ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું તેમજ આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી હોવાનું જાણવા મળ્યું છે.શહેરમાં છેલ્લા બે દિવસથી પ્રર્વતતા વાદળછાયા વાતાવરણને પગલે ગરમીનું પ્રમાણ ઘટવા પામ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ ૩૪.૭ ડિગ્રી સેિલ્સયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.