• Gujarati News
  • ઈડરના બરવાવમાં મેળો ભરાયો

ઈડરના બરવાવમાં મેળો ભરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ઇડર
ઇડર તાલુકાના બરવાવ ગામે રવિવારે ભાદરવા સુદ બીજ નિમિત્તે શામગોરવીર મહારાજના મંદિરે મેળો ભરાયો હતો. જેમાં અનેક પશુમાલિકોએ પોતાના પશુઓનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે પ્રાર્થના કરી હતી. રવિવારે યોજાયેલા આ મેળામાં અનેક પશુપાલકોએ દૂધ સુખડી અને કુલેરનો લાડુ વીર મહારાજને ચઢાવી બાધા માનતા પુરી કરી હતી. એમ મંદિરના પુજારી દશરથભાઇ નાયકે જણાવ્યું હતું. રવિવારે યોજાયેલા મેળા દરમિયાન અનેક વેપારીઓએ દુકાનો ખોલી હતી.તેમજ મનોરજંનના સાધનો વેચતા વેપારીઓએ બરવાવ ખાતે મેળામાં આવી વિવિધ વાજિંત્રોના સૂરથી મેળાનું વાતાવરણ આનંદમય બનાવી દીધુ હતું.