• Gujarati News
  • બીજાની પીડા અનુભવવી જરૂરી

બીજાની પીડા અનુભવવી જરૂરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ ખાતે રવિવારે રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ સંચાલિત સહ્યાદ્રી રામકૃષ્ણ સ્પેશિયાલિટી આધુનિક સારવારની સુવિધાવાળી ડોંગરેજી મહારાજની પ્રેરણાથી નિર્મિત હોસ્પિટલ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના કરકમળો વડે રિબિન કાપીને ખુલ્લી મૂકાઇ હતી. તે પ્રસંગે રાજ્યમંત્રી વાસણ આહિર પણ હાજર રહ્યા હતા.
રમેશભાઇ ઓઝાએ શરીર સ્વસ્થ ન રહે, સત્તા, સંપત્તિ, નામ સુખ નથી દઇ શકતું તેમ જણાવી પ્રેરણાદાયી આશીર્વચનમાં કહ્યું કે, જીવનમાં ચાર બાબત મહત્વની છે, જેમાં અન્ન, આરોગ્ય, અક્ષરજ્ઞાન અને આચરણ-સદાચરણ શરીર સાધનથી ધર્મ થાય છે. ભાગવત નિષ્ઠાથી ભાવ નિમૉણ થાય છે. તેમણે હોસ્પિટલને હમદર્દી મંદિરની ઉપમા આપી જેને બીજાની પીડાની અનુભૂતિ નથી થતી એનું હાર્ટફેઇલની વાત સમજાવી સંવેદનાની વાત મહત્વની ગણાવી હતી.
સાંસદ પૂનમબેન જાટે દાતાઓના દાનથી આરોગ્યની સારી સુવિધાથી ગાંધીધામનું સંપનું સાકર થયું છે. તેમ જણાવી રાજ્ય સરકાર દ્વારા આરોગ્યક્ષેત્રના વિકાસ અને વિવિધ કલ્યાણકારી પગલાંથી સૌને વાકેફ કર્યાં હતા. અંજારના ધારાસભ્ય ડો.નીમાબેન આચાયેg હોસ્પિટલ બનાવવી સરળ છે, પરંતુ ચલાવવી અઘરી છે. હોસ્પિટલનો આત્મા ડોકટર છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યાં હતાં. ગાંધીધામ નગરપાલિકા અધ્યક્ષા મીનલબેન ભાનુશાલીએ નગરપાલિકા સહયોગ માટે તત્પર રહેશે તેમ જણાવ્યું હતું. ટ્રસ્ટી નંદલાલ ગોયલે ગરીબ દર્દીઓ માટેની હોસ્પિટલનો યોજનાનો વગિતે ખ્યાલ આપ્યો હતો, તે સાથે જ રૂ.૫૪ લાખનું દાન આ કાર્ય માટે દાતાઓ દ્વારા જાહેર કરાયું હતું.
આ પ્રસંગે મુન્દ્રાના ધારાસભ્ય રમેશ મહેશ્ર્વરી, જીડીએના ચેરમેન મધુકાંતભાઇ શાહ, ભચાઉ-ભાડાના ચેરમેન વિકાસભાઇ રાજગોર, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ ગુપ્તા, કસ્ટમ કમશિ્નર નવનીત ગોયલ, ડો. ચારૂદત આમ્ટે, તુલસી સુઝાન, અરજણ કાનગડ, મુરારી શમૉ વગેરે હાજર રહ્યા હતાં.રાજકીય અખાડો ?
સહ્યાદ્રી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનો ઉપયોગ પણ રાજકારણના અખાડામાં ફેરવાયો હતો. સાંસદ આવા પ્રસંગે પણ બધું કામ મોદી જ કરી રહ્યા છે એવું કહેવાનું ચૂકયા ન હતાં. આ ભાષણબાજી ટોક ઓફ ધ ટાઉન બની હતી.