• Gujarati News
  • રિક્ષા અને બાઇક ટકરાતાં ચારને ઇજા

રિક્ષા અને બાઇક ટકરાતાં ચારને ઇજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. તાજપુરકૂઇ
પ્રાંતજિ તાલુકાના મજરા ત્રણ રસ્તા પાસે રવિવારે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા ચાર જણાને ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ૧૦૮ મારફતે પ્રાંતજિ સિવિલમાં દાખલ કરાયા હતા.
મજરા ત્રણ રસ્તા પાસેથી રિક્ષા નંબર જીજે.૧૮.એકસ.૫૭૩૬માં ચાર મુસાફરો બેસીને ડભોડાથી પ્રાંતજિ સામાજિક કામે આવી રહ્યા હતા. દરમિયાન અહીંથી પસાર થતા બાઇક નંબર જીજે.૯.એએ.૫૭૧૪ના ચાલક સમરસિંહ પુંજસિંહ (રહે.અમલાની મુવાડી) સાથે અકસ્માત થયો હતો. જેથી આ અકસ્માતમાં સમરસિંહ પંુજસિંહ ઝાલા, ડભોડાના મયુરીબેન, મીત્તલબેન અને તરૂબેનને ગંભીર ઇજા થઇ હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર માટે પ્રાંતજિ સિવિલમાં દાખલ કરાયા હતા.