• Gujarati News
  • દાગીના ધોઇ આપવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના બે ગિઠયા ઝડપાયા

દાગીના ધોઇ આપવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના બે ગિઠયા ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
સોનાના દાગીના ધોઇ આપવાના બહાને ઠગાઇ કરીને એકત્રીત કરેલું ચાંદી વેચવા જતાં મહેસાણા ઘરફોડ સ્કવોર્ડના હાથે ઝડપાયેલા બે ગિઠયાએ મહેસાણા તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ હાથ અજમાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ આ ગિઠયા જેતલપુર ગામની મહિલાની ચાંદીની ઝાંઝર ધોવાના બહાને ચાંદી કાઢી ગયા હતા.
ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા જિલ્લા પોલીસવડા જે.આર.મોથલિયાના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કવોર્ડના પીએસઆઇ જે.એ. બારોટ, પીએસઆઇ સી.વી. ગોસાઇ, એએસઆઇ પાનમખાન, પોકો જીવાજી સહિતના સ્ટાફે સોનાના દાગીના ધોવાના બહાને ઠગાઇ આચરતી ગેંગ ચાંદી વેચવા જઇ રહી હોવાની બાતમી મળતાં શુક્રવારે શહેરના ભોંયરાવાસ નજીકથી રાજેશકુમાર ઉફેઁ રાજવી બિરેન્દર ઠાકુર તેમજ સંજીત ઉફેઁ સોનુ રૂપચંદ ભગત રહે. ભાગલપુર, બહિારની ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં આ બે શખ્સોએ સોના- ચાંદીના દાગીના ધોવાના બહાને મહેસાણા ઉપરાંત અમદાવાદ, બોટાદ, ગઢડા, નડિયાદ, સુરત, રાજકોટમાં પણ ગુના આચયૉ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ બંને શખ્સોએ તાલુકાના જેતલપુરમાં અમથીબેન જીવણભાઇ પટેલ સાથે ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે ચાંદીની શેરો ધોવાના બહાને ચાંદી કાઢી લઇ છેતરપીંડી કરી હોવાનું બહાર આવતાં તેમને લાંઘણજ પોલીસને તપાસ અર્થે સોંપાયો હતો.