• Gujarati News
  • સુમુલ ડેરી રોડ પર ઓફિસમાં ચોર ઘૂસ્યા, પણ કંઈ મળ્યું નહીં

સુમુલ ડેરી રોડ પર ઓફિસમાં ચોર ઘૂસ્યા, પણ કંઈ મળ્યું નહીં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુમુલ ડેરી રોડ પર આવેલી એલઆઇસી અને સહારા ઇન્ડિયાની ઓફિસના તાળા તોડી શનિવારે સવારે ચોર ઘસ્યા હતા, પરંતુ ઓફિસમાંથી કંઇ ન મળતા તેઓને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ થતાં મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિધરપુરા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અલ્પેશભાઈ રજનીકાંતભાઈ ભટ્ટ (ઉ.વ.૪૬) સુરતમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા એલઆઇસી કવાર્ટર્સમાં રહે છે. સુમુલ ડેરી રોડ પર ધનવંતરી કોમ્પલેક્ષમાં ત્રીજા માળે તેમની એલઆઇસીની ઓફિસ અને સહારા ઇન્ડિયાની બે ઓફિસો આવેલી છે. તેમણે મહિધરપુરા પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે આ બંને ઓફિસમાં શનિવારે ૭-૩૦થી ૯-૩૦ દરમ્યાન ચોર ઘૂસ્યા હતા. ફરિયાદ મુજબ, બંને ઓફિસના દરવાજાને મારેલાં તાળાં તોડી ચોર અંદર ઘૂસ્યા હતા. જો કે બંને ઓફિસમાં ચોરોને ચોરી કરવા માટે કશું મળ્યું ન હતું. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ચોરીના પ્રયાસના ગુનો દાખલ કર્યો હતો. આ અંગે વધુ તપાસ પીએસઆઈ જે. જી. મોડ કરી
રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચોરી, લૂંટફાટ અને તસ્કરીના બનાવો ઉત્તરોત્તર બની રહ્યા છે ત્યારે પોલીસે પણ આવા તત્વોને નાથવા લાલ આંખ કરવી અનિવાર્ય બન્યું છે.