• Gujarati News
  • ~૪૦ કરોડના ખર્ચે પાણીની લાઇનો નખાશે

~૪૦ કરોડના ખર્ચે પાણીની લાઇનો નખાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ ૨૦૦૬ના હદવિસ્તરણ બાદ સુરત મહાનગરપાલિકાનો હિસ્સો બનેલા વરાછા ઝોનના નવા વિસ્તારોમાં પાણીની સુવિધા પૂરી પાડવા રુપિયા ૪૦ કરોડના ખર્ચે ટ્રાન્સમશિન લાઇનો નાંખવાનું કામ પાલિકામાં મંજુર થઇ ચુકયું છે. વિધાન સભાની ચૂંટણીમાં પુણા-સીમાડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો મુદ્દો ગાજે તેવી શકયતા છે.
આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનાં કામો પૂરાં કરવા પાલિકા નિષ્ફળ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના સવાલોનો જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે ખાસ કરીને આ વિસ્તારની પ્રજાનો પ્રાણપ્ર®ન બની ગયેલા પીવાનાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે ભાજપશાસકોએ ઝડપ વધારી દીધી છે. આ તૈયારી જોતાં પુણા-સીમાડા વિસ્તારના લોકોને વિધાનસભાની ચૂંટણી કમસે કમ પાણીની હાલાકીમાંથી તો મુકિત અપાવશે તેવા આસાર દેખાઈ
રહયા છે. અગાઉ ચૂંટણીને ધ્યાને રાખીને અનેક સોસાયટીના પ્રાથમિક સુવિધાના કામો ધડાધડ મંજુર કરવામાં આવ્યા હતા. પરંતz આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એટલી હદે વકરી ચૂકી છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાણીના મુદ્દે પ્રજાની સામે ઊભા રહી શકે તેવી સ્થિતિમાં નથી. આ વિસ્તારમાં પાણીનું નેટવર્ક તો બની ચુકયું છે પરંતુ વોટર વર્કસમાંથી ટાંકીઓ સુધી અને ટાંકીઓથી નેટવર્ક સુધી પાણી પહોંચાડતી ટ્રાન્સમશિન લાઇનોનું કામ હજુ બાકી હતું. આ કામ શરૂ થતા પાણી સમસ્યા હલ થશે.
ચૂંટણી પુણા વિસ્તારને ફળશે
પુણા-સીમાડા વિસ્તારની લગભગ પાંચ લાખની વસતી અત્યારે ટેન્કર અને બોરÃગના પાણીથી નભી રહી હતી,પરંતુ વિધાનસભાની ચુંટણીનાં પડઘમ વચ્ચે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં કેશુભાઇ પટેલે યોજેલી જાહેરસભાને પ્રચંડ લોકસમર્થન મળતા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનાં કામો ઝડપથી પૂરાં કરવા ભાજપશાસકો દોડતા થઇ ગયા છે. તાકીદના ધોરણે આ વિસ્તારમાં ૪૦ જગ્યાઓ પર સ્ટેન્ડ પોસ્ટ લગાવી પાણીની કામચલાઉ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જોકે ગીચ વસતી ધરાવતા આ વિસ્તારમાં આટલા સ્ટેન્ડ પોસ્ટ પુરતા નથી આમ છતાં લોકોએ રાહત અનુભવી છે. હવે ચંુટણીને ધ્યાને રાખીને પાણીની લાઇનોનાં કામોેમાં પણ ઝડપ આવતા આ ચુંટણી પુણાવાસીઓને ફળશે તેવું લાગી રહ્યું છે. આ લાઇન નંખાશે એટલે આ વિસ્તારની સૌથી જુની અને મોટી સમસ્યામાંથી રહીશોને છુટકારો મળશે.
૪૦ કરોડનાં કામો મંજૂર
વરાછા વિસ્તારમાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી પુણા અને સીમાડામાં ગીચ વસ્તી છે. લગભગ પાંચ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં હજુ પણ ટેન્કરથી અને સ્ટેન્ડ પોસ્ટથી પાણી આપવામાં આવી રહયુ છે. આ સુવિધા પણ અધુરી અને અણધડ છે. તેથી લોકોને બોરનું પાણી પીવું પડી રહયું છે. આ મુદ્દે લોકો અવારનવાર વરાછા ઝોન પર મોરચો પણ લઈ ગયા છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ વિધાનસભા અને કરંજ વિધાનસભામાં સમાવિષ્ટ પુણા અને સીમાડા વિસ્તારમાં પાણીનો મુદ્દો મહત્વનો બની રહે તેવા આસાર વર્તાઇ રહયા છે. ત્યારે હવે વહેલી તકે વોટરવર્કસથી ઓવર હેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીઓ તેમજ પાણીના નેટવર્ક સુધીની ટ્રાન્સમશિન લાઇનો નાંખવા માટે રુપિયા ૪૦ કરોડનાં કામો મંજૂર કરી દેવાયાં છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોય તેવું ચર્ચાય રહ્યું છે.
પુણામાં ટ્રાન્સમશિન લાઇન મંજૂર
પુણા-સીમાડા વિસ્તારમાં પાણીનું નેટવર્ક બની ગયુ છે અને ટ્રાન્સમશિન લાઇનો નાંખવા માટે કામો મંજુર થઇ ગયા છે.આ માટે આ વિસ્તારમાં ટ્રાન્સમશિન લાઇન નાંખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે ૪૦ કરોડ રુપિયા ખર્ચવામાં આવશે. ટૂંક સમયમાં આ કામ શરૂ થાય એની કાર્યવાહી કરવામાં આવશે.
એન.જી. પારેખ, હાઇડ્રોલીક ઇજનેર સુરત મહાનગર પાલિકા