• Gujarati News
  • એ લોકો, જેમની મદદથી યુવીએ મેળવી મેચ ફિટનેસ

એ લોકો, જેમની મદદથી યુવીએ મેળવી મેચ-ફિટનેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવરાજ કેન્સરની સારવાર લઇને મે મહિનામાં અમેરિકાથી પાછો ફર્યો. હિમાચલના હિલ સ્ટેશન બરોગ અને ચંડગિઢમાં એક સપ્તાહ સુધી આરામ કરીને તેણે ફિટનેસ પ્લાન નક્કી કર્યો. કીમોથેરેપી દરમિયાન લીધેલી ઝેરી દવાઓનાં કારણે તે સમયે તે સીડી ચઢતાં પણ હાંફી જતો. એક તબક્કે યુવીએ ક્રિકેટ છોડવાનો નિર્ણય કરી લીધો હતો, પણ માતાએ હિમ્મત આપી. યુવરાજ જૂન મહિનામાં બેંગલોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યો. આ એ જગ્યા છે જયાં ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા તમામ ક્રિકેટ ખેલાડીઓ કોચિંગ અને મેચ ફિટનેસ મેળવવા માટે આવે છે. તેની સાથે શ્રીસંત અને ઇશાંત શમૉ પણ હતા. શરૂઆતમાં એનસીએના ડો. નીતિન પટેલની દેખરેખમાં શરૂઆતમાં હળવી રનિંગ અને જિમમાં પણ હળવી કસરત કરી. જોકે, આરામ અને સારા ખોરાક માટે તે એક હોટેલમાં રોકાયો હતો. દિવસભર એનસીએમાં કસરત કરીને સાંજે હોટેલમાં આવી જતો.
યુવી સવારે નવ વાગે જ મેદાનમાં પહોંચી જતા હતા. તેના મેનેજર નશિાંત અરોડાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં યુવીએ મેદાનનું એક ચક્કર મારવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે ગ્રાઉન્ડના ૧૦થી ૧૨ ચક્કર મારવા લાગ્યો હતો. તેનો જુસ્સો વધતો ગયો. પહેલાં તે અડધો કલાક સ્ટ્રેચિંગ એકસરસાઇઝ કરતો પછી અડધો કલાક જોગિંગ. એકથી દોઢ કલાક સુધી નેટ પર બેટિંગ પ્રેક્ટિસ અને એક કલાક કેચિંગ અને થ્રોઇંગની પ્રેક્ટિસ ઉપરાંત લગભગ દોઢથી બે કલાક જિમમાં. એક કલાક સુધી િસ્વિંમગ કરીને મસલ્સનું કૂલિંગ કરતો હતો. ડો. પટેલે જણાવ્યું હતું કે શરૂઆતની તેની હાલત જોતાં નહોતું લાગતું કે તે બીજી વખત રમી શકશે. વજન ૧૪ કિલો વધારે હતું. સ્નાયુઓમાં જાન જ નહોતો, પણ તેણે ગજબની ચીવટ અને ખંત દેખાડ્યા. ફિઝિયો આશિષ કૌશિક, યોગગુરુ મનોજ અને ટ્રેનર નાગેન્દ્ર પ્રસાદે મદદ કરી. યુવરાજ પાસે વધુને વધુ મહેનત કરાવી. યુવરાજ જણાવે છે કે કેટલીકવાર તો એટલો બધો થાકી જતો હતો કે િસ્વમિંગ પુલમાં ઉતરવાની હિઁમત પણ નહોતી રહેતી. લોથપોથ થઇને પથારીમાં જ સુઇ જતો. માથું દુખતું.