• Gujarati News
  • કેટલાક નિર્ણયોથી દૂર રહો

કેટલાક નિર્ણયોથી દૂર રહો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણી વખત આપણા નિર્ણય જિંદગી બદલી નાખે છે. એવા નિર્ણયો અંગે જાણીએ.
વધુ રાહ જોવી : હંમેશાં સારું એવા લોકો સાથે જ થાય છે જેઓ રાહ જોવાના બદલે આગળ વધે છે. ભૂતકાળથી ફરિયાદ કરવાના બદલે પૂછો કે તમે આજે શું કરી રહ્યા છો જે આપને પોતાના લક્ષ્ય તરફ દોેરી જશે.
ગુસ્સો કરવો : આપણે જમવામાં જેમ સહેજ પણ ઝેર નથી નાખી શકતા તેમ જીવનમાં પણ સહેજપણ ગુસ્સો ન આવવા દો.
અન્ય કોઈની સરખામણી કરવી : પોતાના જીવનની સરખામણી અન્ય કોઈ વ્યક્તિ સાથે ન કરો. એવા લોકોને જીવનમાં સ્થાન આપો જેમનો એક ચોક્કસ ચહેરો છે.
દર્દને જિંદગીનો હિસ્સો બનાવી લેવો : કોઈ જૂના દર્દને જિંદગીનો હિસ્સો ન બનાવો. મજબૂત વ્યક્તિ એ છે જે રડે છે, થોડી વાર માટે પરેશાન થાય છે અને નવા પડકારો માટે તૈયાર થઈ જાય છે.
કંઈપણ ન કરવું : જિંદગી જોખમોનું નામ છે. પરંતુ, કંઈ જ ન કરવાના જોખમથી દૂર રહો. સતત પરિવર્તન લાવે તેવા કામ કરો. સાચી દિશામાં એક ડગલું આગળ વધો તો પણ ઘણું છે.
દરેક ચીજને છેવટ સુધી કાબૂમાં રાખવી : ઘણી વખત ચીજોને સમજવી, કલ્પના કરવી, કાબૂ કરવાથી બહેતર છે કે તેને જવા દો અને વિચારો કે જે થશે તે સારા માટે થશે. જ્યારે તમે કંઈ જ નહીં ઈચ્છો તો કંઈકને કંઈક જરૂર સારું થશે.