• Gujarati News
  • સાત જુઠ જેના પર તમે ભરોસો કરો છો

સાત જુઠ જેના પર તમે ભરોસો કરો છો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે કંઇક શીખવાનો સાચો સમય છે. એટલા માટે કંઇક એવા જુઠથી દૂર રહીએ જેને તમે સત્ય સમજી લો છો.
એકલાપણાંનો ખોટો અર્થ લેવો : એકલા હોવાનો મતલબ એકાંત નથી હોતો. એવી જ રીતે સંબંધોનો અર્થ હંમેશા ખુશ રહેવું તે નથી. એકલા રહેવાથી એટલું એકાંત નથી હોતું જેટલું ખોટા સંબંધોમાં સાથે રહેવાથી હોય છે. જો કોઇ બાબત ખોટી થઇ રહી હોય તો અટકી જાવ અને પોતાની જાત સાથે સમય વિતાવો.
ચીજ-વસ્તુઓથી આનંદ મળે છે : ખુશ થવાનો અર્થ એ નથી કે તમે વધુની આશા કરવા લાગો. કેટલીકવાર કોઇ મોટી ચીજ-વસ્તુની ઇચ્છામાં તમે નાની-નાની બાબતોને નજરઅંદાજ કરી દો છો. ખુશી ચીજ-વસ્તુઓથી નહિ પણ માણસથી મળે છે.
તમે દર્દને દેખી શકો છો : કોઇ બીજા વ્યક્તિના દર્દને ઓછું ન સમજો. ધ્યાન રાખો કે દરેક વ્યક્તિ પડકારોનો સામનો કરી રહ્યું છે. કેટલાંક લોકો પોતાનું દર્દ છુપાવી રહ્યા છે. કોઇના વિષે ખોટું બોલીને તમારો સમય અને શક્તિને વેડફો નહીં.
કેટલાંક લોકોને સારી જિંદગી જીવવાની તક મળે છે : સવાર, બપોર અને રાતે એમ ત્રણ વાર વિચારો કે આજનો દિવસ સારો છે. આવું રોજ કરો. તેનાથી જીવન સુંદર બની જશે. કેમ કે, સારી જિંદગી માત્ર થોડાક નસીબદારો માટે જ નહિ પણ દરેક વ્યક્તિ માટે છે.
મુશ્કેલ સમયમાં પરેશાન ન થતા : કેટલીક બાબતો સાચી થતાં પહેલાં જ ખોટી હોય છે. કેટલીકવાર તેમ ખોટો લોકોને બહાર જવાનું કહો છો. જેથી સાચા લોકો અંદર આવી શકે. કેટલીકવાર તમારે મજબૂત થવા માટે કમજોર થવું પડે છે. તમારે સાચી બાબતોની સાથે ખોટી બાબતોને પણ પકડી શકો છો. જેનાથી અંતમાં ખૂબસૂરત અનુભવ થશે.
મજબૂત થવાનો અર્થ દર્દનો અહેસાસ કરવો એ નથી : જીવનમાં એવા લોકો વધુ મજબૂત હોય છે. જેને દર્દ થતું નથી. તેઓ દર્દમાંથી બોધપાઠ લઇને પછી કામ કરવા લાગે છે. તેઓમાં આંસુ લૂંછીને બીજીવાર યુદ્ધના મેદાનમાં ઉતરવાનો જુસ્સો હોય છે.
તમે દગો દઇ શકો છો : કોઇ સમક્ષ પ્રેમનો એકરાર કરતાં પહેલાં પ્રેમનું અનુભવ કરો. જો તમે કોઇ બાબતને કહેતાં પહેલા તેનો અનુભવ કરશો તો તમે થોડા શબ્દોમાં જ વાતને સારી રીતે સમજી શકશો.


તેનો પ્રભાવ પણ વધુ હશે.