• Gujarati News
  • સેન્ટ ઝેવિયર્સ બીસીએ કોલેજના વિદ્યાર્થીઓનો વિવિધ પ્રશ્નો સંદર્ભે દેખાવો

સેન્ટ ઝેવિયર્સ બીસીએ કોલેજના વિદ્યાર્થીઓનો વિવિધ પ્રશ્નો સંદર્ભે દેખાવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ બીસીએની કોલેજના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કયું છે. છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતરેલા વિદ્યાર્થીઓએ કોલેજનો સમયગાળો ૧૧થી ૫.૩૦ને બદલે ૯.૩૦નો કરવો, પ્રોજેકટ વર્ક માટે મંજુરી આપવી તેમજ નિયમિત ફેકલ્ટીની સવલતની માંગણી સાથે એનએસયુઆઈના નેજા હેઠળ શનિવારે વિરોધ પ્રદર્શન કયું હતું.
એનએસયુઆઈના અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાના નેજા હેઠળ આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પડતર માંગણીઓના ઉકેલ સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યો હતો. પડતર પ્રશ્નોનો સંદર્ભે બીસીએ કોલેજ મેનેજમેન્ટના પદાધિકારીઓ ફાધર કુટીનો સમક્ષ રજુઆત કરી હતી.