• Gujarati News
  • ગાંધીધામમાં ફરિયાદ પાછી ન ખેંચનારી મહિલા પોલીસને મારી નાખવાની ધમકી

ગાંધીધામમાં ફરિયાદ પાછી ન ખેંચનારી મહિલા પોલીસને મારી નાખવાની ધમકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામની રેલવે કોલોનીમાં રહેતી મહિલા પોલીસ કર્મચારીએ થોડા સમય પૂર્વે પતિ સામે કરેલી શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ પાછી ન ખેંચતાં પતિએ ઘરે આવી પત્નીને મારફૂટ કરી જાનથી મારી નાખવાથી ધમકી આપી હતી. ગાંધીધામની રેલવે કોલોની કવાર્ટર નં. ૨૧૬માં રહેતી ગીતાબેન ચંદ્રકાંત પિઢયારે થોડા સમય પૂર્વે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ પાછી ખેંચવા પરિણીતાને પતિ ચંદ્રકાંત દબાણ કરતો હતો, તેમ છતાં ગીતાબેને ફરિયાદ પાછી ન ખેંચતાં ઉશ્કેરાયેલા પતિએ ઘરે આવી પિયરમાં રહેલી પરિણીતાને માર મારી બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલાએ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે. આર્મીમાં ફરજ બજાતો પતિ તેના ઘરમાંથી રૂ.૯૩ હજારના દાગીના સહિતનો મુદ્દામાલ પણ ઉઠાવી ગયાનું પોલીસમાં મહિલાએ નોંધાવ્યું હતું.