• Gujarati News
  • ‘સાહેબરામ’ પુસ્તકનો આસ્વાદ કરાવાયો

‘સાહેબરામ’ પુસ્તકનો આસ્વાદ કરાવાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદ સાહિત્ય ભવન અને સાહિત્ય સંગમનાં ઉપક્રમે શનિવારે સાંજે ગોપીપુરા સાહિત્ય સંગમનાં સાહિત્ય ભવનમાં સુરતનાં લેખક ધનપ્રસાદ મુનસ્ફેનાં ‘સાહેબરામ’ પુસ્તકનો રસાસ્વાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમ્રપાલી દેસાઇએ પુસ્તકનો રસાસ્વાદ કરાવ્યો હતો.
આમ્રપાલી દેસાઇએ કહ્યું કે સુરતનાં લેખક ઘનપ્રસાદજીએ સુરતનાં જ એક ચોરનું ચિત્રણ તેના પુસ્તકમાં વિવિધ છ વાર્તાઓમાં કયું છે. સાહેબરામ ચોરની કથા ૧૬-૧૭મી સદીની કથા છે. ગોપીપુરાનાં ચેતાન ફિળયામાં તે રહેતો હતો. અન્ય ચોર કરતા આ થોડો અલગ હતો કારણ કે એ ચોરીનો માલ ગરીબોમાં અને દાનધર્મમાં વાપરતો હતો. આ પુસ્તકમાં ૧૬મી સદીનાં નવાબી સુરતનાં દર્શન થાય છે. એ વખતની ગલીઓ અને સુરતનું વાતાવરણ જીવંત કરવામાં લેખક સફળ રહ્યા છે. સીધી સરળ અને પ્રવાહી શૈલીમાં લખાયેવું આ પુસ્તકની દરેક વાર્તા જકડી રાખે છે. દોઢસો પાનાનાં પુસ્તકમાં સાત વાર્તાઓ છે જેમાં છ વાર્તાઓ રક્ષાબંધન, ભાઇબીજ, નવરાતર, હોળી તથા ચંદ્રદર્શન અને કન્યાદાનનો સમાવેશ થાય છે. પુસ્તકમાં એ વખતે તહેવારોની ઉજવણી કઇ રીતે થતી એ બાબત પણ વણી લેવાઇ છે અથવા એમ કહીએ કે એ સમયના તહેવારોની ઉજવણીમાં લેખક આપણને લઇ જાય છે, તો પણ ખોટું નથી. અંધશ્રધ્ધા જેવી બાબતો ચોરમાં પણ હોય છે. રક્ષાબંધનમાં બહેને રાખડી ન બાંધતા તે આ વર્ષે ચોરીમાં બરકત નહી થાય એવુ વિચારે છે. સાહેબરામ એવો ચોર હતો કે વર્ષો સુધી લોકો કોઇપણ વ્યક્તિ ચોરીની હરકત કરે તો તેને સાહેબરામ નામ આપતા.