સુરતમાં બની ફુડોહોલિકસ કલબ

સુરતમાં બની ફુડોહોલિકસ કલબ

û સિટી રિપોર્ટર. સુ | Updated - Sep 23, 2012, 04:03 AM
સુરતમાં બની ફુડોહોલિકસ કલબ
ખાવાનાં શોખીન સુરતીઓએ એક ‘ફુડોહોલિકસ કલબ’ની શરુઆત કરી છે. આ કલબના મેમ્બર્સ દર રવિવારે સિટીની કોઇ એક રેસ્ટોરન્ટમાં જઇને ત્યાંના ફુડની મજા લે છે અને એ પછી ફેસબુક પર એમણે બનાવેલા પેજ પર આ ફુડ વિશે ઇન્ફર્મેશન મુકે છે.
સુરત એના ફુડ માટે દુનિયાભરમાં જાણીતું છે. સુરતમાં કેટલીક લારી કે કેટલીક રેસ્ટોરન્ટ એવી છે કે જેની ચોક્કસ ડશિ વખણાતી હોય છે. ફુડોહોલિકસ કલબના મેમ્બર્સ દરેક રેસ્ટોરન્ટ કે લારીની આવી સ્પેશિયલ ડશિીસની યાદી તૈયાર કરી રહ્યા છે.
ફુડોહોલિકસ ગૃપના મેમ્બર પ્રકાશ આનંદાની કહે છે કે, ‘અમે ફ્રેન્ડસ સાથે એક વાર સુરતના ફુડની વાત કરતા હતા ત્યારે અમને થયું કે સુરતમાં કયું ફુડ સૌથી વધારે ફેમસ છે અને એ ક્યાં મળે છે એની ખબર બધાં સુરતીઓને નથી. બસ, આ વિચારે અમે ફુડ લવર્સ માટે એક ગૃપ બનાવ્યું અને એને નામ આપ્યું, ‘ફુડોહોલિકસ’. બે મેમ્બરથી શરુ થયેલા આ ગૃપમાં આજે ૧૩૬ મેમ્બર્સ છે. મંગળ કે બુધવારે અમે રેસ્ટોરન્ટ ડિસાઇડ કરીએ છીએ અને રવિવારે અમે ભેગા મળીને એ રેસ્ટોરન્ટનું ફુડ ટેસ્ટ કરીએ છીએ. ગયા રવિવારે અમે પેપ્રીકામાં ‘ઇંગ્લીશ બ્રેકફાસ્ટ’ની મજા લીધી હતી.
ફુડોહોલિકસ કલબએ તૈયાર કર્યું આ લીસ્ટ
# ડેરી ડોનનો પાન આઈસક્રીમ
# સેન્ડ બીચ પરના ભજીયા
# પેપ્રીકામાં રિસોટો અને ઇંગ્લીશ બ્રેકફાસ્ટ
# લોડ્ઝ રેસ્ટોરંટમાં ઓથેન્ટીક બ્રેકફાસ્ટ
# પારસી ડીશીસ માટે ઓલ્ડ સુરતમાં આવેલી પર્સીયન બેકરી
# રાંદેરમાં મળતી ફ્રેશ આલુ પુરી. ત્યાંજ પુરી ઉતારીને તમને આલુ પુરી બનાવી આપે છે
# ઓથેન્ટીક મેકસીકન રેસ્ટોરંટ છે બારડોલી પાસે
# ભાઇ-ભાઇની ઓમલેટ
# સાંઇના પરાઠા

X
સુરતમાં બની ફુડોહોલિકસ કલબ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App