• Gujarati News
  • પૂર્વ નગરસેવકની ગાડીમાંથી બે લાખની ચીલઝડપ

પૂર્વ નગરસેવકની ગાડીમાંથી બે લાખની ચીલઝડપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
શહેરની આશ્રય હોટલ પાસે શનિવારે બપોરે પૂર્વ નગરસેવકની ગાડીમાંથી રૂ.૨ લાખની રોકડ ભરેલી પ્લાસ્ટીકની થેલી તફડાવી બાઇકચાલક ભાગી ગયો હતો. નોંધપાત્ર છે કે, બાઇક અથડાતાં ગાડીને નુકસાન થયું છે કે નહીં તે જોવા પૂર્વ નગરસેવક જેવા ગાડીમાંથી નીચે ઉતયૉ તે ઘડીએ જ ગિઠયો રોકડ લઇ છુ થઇ ગયો હતો.
શહેરના ઋતુરાજ ફ્લેટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા પૂર્વ નગરસેવક ઉદયભાઇ ગોવિંદભાઇ બ્રહ્નભટ્ટ શનિવારે બપોરે ત્રણ વાગ્યે તેમના મિત્રને રૂ.૨ લાખ આપવા માટે જીજે ૨બીડી ૩૩૦૮નંબરની અલ્ટો ગાડી લઇને રાધનપુર ચાર રસ્તે આવેલી તેમના મિત્રની ઓફિસ તરફ જવા રવાના થયા હતા. રસ્તામાં આશ્રય હોટલ પાસે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે ગાડીને પાછળથી ટક્કર મારતાં ઉદયભાઇ ગાડીમાંથી નીચે ઉતરી જોવા ગયા તેની પલવારમાં આ ગિઠયો ગાડીની ડ્રાઇવિંગ સીટની બાજુમાં પ્લાસ્ટીકની કોથળીમાં વીંટીને મૂકેલા રૂ.૨ લાખ તફડાવી ભાગી ગયો હતો. જેની જાણ થતાં ઉદયભાઇએ બી ડિવઝિન પોલીસસ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે હાઇવે સહિતના વિસ્તારોમાં નાકાબંધી તેમજ વાહનચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તેમાં કોઇ સફળતા સાંપડી ન હતી.
બાઇકનો નંબર મળતાં પોલીસને રાહત
રૂ.૨ લાખની ચીલઝડપ કરીને ભાગેલા શખ્સનો હાજર જૈમલભાઇ પટેલ તેમજ ભાૈતિકભાઇ પટેલે બાઇક પર તેનો પીછો કર્યો હતો, પરંતુ આ ગિઠયો ભાગી ગયો હતો. જોકે, તેના બાઇકનો જીજે ૧સીસી ૩૧૧૨ નંબર નોંધી લીધો હતો. આ નંબરથી આરોપી પકડાઇ જશે તેમ પોલીસે જણાવ્યું હતું.