• Gujarati News
  • એસટીબસ મોડી લાવવા બાબતે વિદ્યાર્થીએ ચાલકને લાફા ઝીંકી દીધા

એસટીબસ મોડી લાવવા બાબતે વિદ્યાર્થીએ ચાલકને લાફા ઝીંકી દીધા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
શહેરના મોઢેરા ચોકડી એસટી સ્ટેન્ડ પર શનિવારે સવારે એસટી બસ મોડી લાવવાના મુદ્દે એક વિદ્યાર્થીએ બસચાલકને લાફા મારી શર્ટ ફાડી નાંખતાં હંગામો મચી ગયો હતો.
મહેસાણા એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઇ જયસ્વાલ શનિવારે સવારે ૭-૩૦ વાગ્યે જીજે ૧૮ડી ૪૦૭૦ નંબરની અંબાસણથી બસ લઇને મોઢેરા ચોકડી એસટી સ્ટેન્ડે આવ્યા ત્યારે બસ મોડી લાવવાના મુદ્દે શહેરની નાલંદા સ્કૂલમાં અભ્યાસ કરતા અંબાસણના વિદ્યાર્થીએ તેમના શર્ટનો કોલર પકડી લાફા ઝીંકી શર્ટ ફાડી નાખ્યો હતો. આ સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. આ બનાવ અંગે એસટી ચાલક પ્રવિણભાઇએ બી ડિવઝિન પોલીસ મથકમાં વિદ્યાર્થી સામે નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.