• Gujarati News
  • ગૃહકાર્ય ન લાવનાર બાળકીને શિક્ષિકાએ ફુટપટ્ટીથી ફટકારી

ગૃહકાર્ય ન લાવનાર બાળકીને શિક્ષિકાએ ફુટપટ્ટીથી ફટકારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુરની ૬ વર્ષિય વિધ્યાર્થિનીએ ગૃહકાર્ય કર્યું ન હોવાથી વર્ગ શિક્ષક દ્વારા ફુટપટ્ટીથી માર મારતાં બાળકીને સારવાર માટે ખસેડાઇ હતી.
સિદ્વપુરની રાજપુર કન્યા શાળા ધો. ૧માં અભ્યાસ કરતી ૬ વર્ષિય ઠાકોર પ્રિયંકા મણાજી (રહે. ઝુલેલાલ સોસાયટી)લેશન કર્યા વિના શુક્રવારે શાળામાં જતાં વર્ગ શિક્ષક અલકાબેન પટેલે માપપટ્ટીથી માર માયૉ અંગેની ફરિયાદ ઘરે આવી પ્રિયંકાએ તેના પિતાને કરી હતી. આથી શનિવારે તેના પિતાએ શાળામાં જઇ આ અંગેની ફરિયાદ કરી હતી. બીજી તરફ વાલીવર્ગમાં આ વાત ફેલાતાં વાલીઓ પણ શાળાએ દોડી આવ્યો હતો. કેળવણી અધિકારી રમેશભાઇએ જણાવ્યું હતું કે, શાળાએ પહોંચી તપાસ કરતાં શિક્ષિકાબેને કોઇ માર માર્યો હોવાનું જણાતુ નથી. આ અંગે યોગ્ય તપાસ કરી ઘટતું કરવામાં આવશે. સિદ્ધપુર પોલીસ મથકે એનસી મુજબ નોંધ કરવામાં આવી હોવાનું પીએસઓ જગદીશભારથીએ જણાવ્યું હતું. જ્યારે શિક્ષિકા અલકાબેન પટેલે જણાવ્યું હતું કે, મે કોઇ ફુટપટ્ટીથી તેને માર માર્યો ન હતો.
બાળકોને કોઇ એલર્જી કે ઇન્ફેકશન થયું નથી : સિવિલ ડૉકટર
સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં ફરજ પરના ડૉ. વિશાલ શુકલએ જણાવ્યું હતું કે, બાળકીને કોઇ એલર્જી, રિએકશન કે ઇન્ફ્રેકશન થયું નથી. કોઇ માર માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવે છે.