• Gujarati News
  • ભુજમાં ગણેશ મહોત્સવ વખતે પીધેલા શખ્સો આવતાં થયો ડખો

ભુજમાં ગણેશ મહોત્સવ વખતે પીધેલા શખ્સો આવતાં થયો ડખો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના દરબાર ગઢ વિસ્તારમાં એક જગ્યાએ લોકો ગણેશ મહોત્સવમાં મશગૂલ બનીને દાંડિયારાસ રમતા હતા, ત્યારે જોરદાર ડખો થયો હતો. જેમાં સોનીવાડના કેટલાક શખ્સો દારૂ પીને આવી ચડતાં સ્થાનિક લોકો સાથે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં પોલીસે એન્ટ્રી કરી એ પહેલાં નશાખોર નાસી ગયા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના દરબાર ગઢ પાસે ગણેશ મહોત્સવ પ્રસંગે દાંડિયારાસ ચાલતા હતા, ત્યારે રાત્રે ૧૨:૩૦ વાગ્યા દરમિયાન ત્યાં આવી ચઢેલા કેટલાક નશાખોર શખ્સે લોકો સાથે બોલાચાલી કરી હતી. ઉગ્ર બોલાચાલી બાદ બન્ને જૂથે એકબીજાના કાંઠલા ઝાલી લીધા હતા અને ઝપાઝપીના ર્દશ્યો સર્જાયાં હતાં. આ બનાવ વિશે કોઇએ પોલીસને જાણ કરી, તો થોડા સમયમાં જ પોલીસ આવી ચઢી હતી. જોકે, પોલીસ આવી ત્યાં તો પેલા શખ્સો ભાગી ગયા હતા.