• Gujarati News
  • મોડાસામાંથી કિશોરીનું અપરહણ કરાતા ફરિયાદ

મોડાસામાંથી કિશોરીનું અપરહણ કરાતા ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસાની એક હોસ્પિટલમાં આવેલી માલપુરના ગાજણની કિશોરીને રડોદરાનો યુવક અપહરણ કરી જતાં આ અંગે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે.
પોલીસસૂત્રો પાસેથી મળતી વગિત મુજબ,માલપુર તાલુકાના ગાજણ ગામના સવાભાઇ શંકરભાઇ દરજીની પૌત્રી (ઉ.વ.૧૬) ગત શુક્રવારના રોજ મોડાસા ખાતે જલારામ હોસ્પિટલમાં ચશ્મા કઢાવવા માટે આવી હતી. દરમિયાન આ સમયે બાયડ તાલુકાના રડોદરા ગામનો મયુર ઉફેઁ જીગો દિનેશભાઇ વાળંદ સગીરાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ત્યાંથી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં રડોદરાનો યુવક તેને ભગાડી ગયો હોવાનું જણાતાં આ અંગે શનિવારના રોજ સગીરાનું અપરહરણ કરી ભગાડી જનાર મયુર વાળંદ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી.