સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો

સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો

ભાસ્કરન્યૂઝ. અંબાજ | Updated - Sep 18, 2012, 04:09 AM
સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો
ભાસ્કરન્યૂઝ. અંબાજી
વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા મારી રહી છે ત્યારે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા લઇને નીકળેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શક્તિપીઠ અંબાજીમાં સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા અરવલ્લી જિલ્લાની જાહેરાત કરી આ વિસ્તારની આદિવાસી પ્રજાને ચૂંટણીની ભેટ આપી હતી. આ નવો જિલ્લો ૨૬મી જાન્યુઆરી ૨૦૧૩થી અમલમાં આવશે. જેમાં છ તાલુકાનો સમાવેશ કરાયો છે. આ સાથે અરવલ્લી રાજ્યનો ૨૯મો જિલ્લો બનશે.
મોદીએ અંબાજીમાં જાહેર સભાને સંબોધતાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્ના તાલુકામાં આવતા પોશીનાને અલગ તાલુકો બનાવવાની જાહેરાત કરી હતી. એ સાથે જ સાબરકાંઠા જિલ્લામાંથી ‘અરવલ્લી’ નવો જિલ્લો બનાવવાની ઘોષણા કરી હતી. આ વિસ્તારની આદિવાસી પ્રજાને દૂર સુધી લાંબા ન થવું પડે તેમજ વહીવટી સરળતા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મોદીએ ઉમેર્યું હતું.
કયા તાલુકાનો સમાવેશ
નવરચિત અરવલ્લી જિલ્લામાં પોશીના, ખેડબ્રહ્ના, ઇડર, વડાલી, ભિલોડા અને વજિયનગર તાલુકાનો સમાવેશ કરાયો છે.
સવા મહિનામાં ત્રીજા નવા જિલ્લાની જાહેરાત
૧૩ ઓગસ્ટ : જુનાગઢમાંથી ગીર-સોમનાથ જિલ્લો
૧૦ સપ્ટેમ્બર : વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લો
૧૭ સપ્ટેમ્બર : સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો

X
સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App