• Gujarati News
  • ભુજના હોસ્પિટલ રોડન઼ે નો હોકર્સ ઝોન જાહેર કરો

ભુજના હોસ્પિટલ રોડન઼ે નો હોકર્સ ઝોન જાહેર કરો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ હોસ્પિટલ રોડના રહેવાસીઓ અને સંસ્થાઓએ આ વિસ્તારને ગલ્લા-લારી મુકત કરવા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.
વજિયનગર, આદર્શ સોસાયટી, જલારામ સોસાયટી, નાગરિક સોસાયટી, અંબિકા સોસાયટી, જૈન સોસાયટી તથા રાજકોટ નાગરિક બેંક, ભુજ ઇંગિ્લશ સ્કૂલ ટ્રસ્ટ વગેરેએ તેમની રજૂઆતમાં આ રોડ પર લારી-ગલ્લા દ્વારા દબાણ કરવામાં આવ્યઊં છે તેમજ દરરોજ નવી-નવી લારીઓ આવે છે અને ટ્રાફિક સમસ્યાઓ ઊભી થાય છે, તેવું જણાવતાં આ રોડ પર મહત્વની બેંકો, હોસ્પિટલો, શાળા,વેપારી પ્રતિષ્ઠાનો છે, તેથી આ વિસ્તારને લારી-ગલ્લા મુકત (નો હોકર્સ ઝોન) જાહેર કરવા માંગ કરી હતી.
આ રસ્તા પર ધંધાર્થીઓ પોતાની હાથગાડી રાખી વધારાની ગાડીઓ રાખે છે. રોડ પર ટેબલ- ખુરશી ગોઠવે છે, જેનાથી બહેનોને પસાર થવું પણ મુશ્કેલ થઇ જાય છે. આ હાથલારીઓ ભુજ નગરપાલિકા કે અન્ય કોઇ પણ સત્તાધશિો પાસે મંજૂરી લીધેલી નથી. આ રસ્તો ‘આદર્શ’ બને તે માટે તાત્કાલિક હાથલારી મુકત કરવા માગણી કરાઇ છે.