• Gujarati News
  • ન્યાય માટે વિસનગરની યુવતી ગાંધીનગરમાં ઉપવાસ કરશે

ન્યાય માટે વિસનગરની યુવતી ગાંધીનગરમાં ઉપવાસ કરશે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીમાં થયેલા ઝઘડાની ફરિયાદ નોંધાવ્યા છતાં કોઇ કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગરના મહેસાણા રોડ પર આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતી યુવતીએ તેને પોલીસ મથકે દાખલ કરાવેલા ગુનાઓમાં ન્યાય નહીં મળે તો આગામી ૨૩ જુલાઇના રોજ ગાંધીનગર ખાતે ડીજી ઓફિસ સમક્ષ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગેની વગિત એવી છે કે, શહેરની શ્રીનગર સોસાયટીમાં રહેતી જાગૃતિબેન દલપતભાઇ ભાવસાર નામની યુવતીએ ગત ૧૦ ઓકટોમ્બર,૧૧ના રોજ સોસાયટીના સભ્યો સાથે તકરાર થતાં વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જાગૃતિબેને અગાઉ અર્પિતાબેન કૈલાસભાઇ કોઠારી, પ્રજાપતિ બાબુભાઇ પોપટલાલ, ભાવસાર જયોત્સનાબેન અમરતલાલ, ભાવસાર અમૃતલાલ વગેરેની ધરપકડમાં પોલીસે નિિષ્કયતા દાખવી હોવાની રજૂઆત કરી હતી. જ્યારે આ કેસના આરોપી એવા ભાવસાર જયોત્સનાબેન તેમજ ભાવસાર અમરતભાઇ પોલીસને જાણ કરી હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હોવાની રાવ પોલીસ સમક્ષ કરી હતી.
આ ઉપરાંત કેસના આરોપી અર્પિતાબેન કોઠારી અને બાબુભાઇ પ્રજાપતિની પોલીસને જાણ કરવા છતાં પણ ધરપકડ ન કરી હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે તપાસ દરમિયાન આ કેસમાં આઇપીસી કલમ ૫૦૬(૨) તપાસમાંથી કાઢી નાંખી હોવાનું જણાવ્યું છે. જાગૃતિબેને તેમને દાખલ કરાવેલ ગુનાઓમાં ન્યાય નહીં મળે તો આગામી ૨૩ જુલાઇના રોજ ગાંધીનગર ડીજી ઓફિસ સમક્ષ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.