• Gujarati News
  • બે સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે ફરિયાદ

બે સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે ફરિયાદ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે ફરિયાદ
મોડાસા& ા અનાજની દુકાનના સંચાલકો સામે કલેકટરે પોલીસ ફરિયાદ કરવાના કરેલ હુકમને પગલે નાયબ મામલતદારદ્વારા બંને સામે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.પિયુષભાઇ અમૃતભાઇ પટેલ દ્વારા ૩૬૩૨ કિલો ઘઉં, ૧૭૫૦ કિલો ચોખા, ૪૫૦ કિલો ખાંડ અને ૧૪૫૦ લિટર કેરોસીનનો જથ્થો કિંમત ૧૧૦૬૩૩ ને સગેવગે કરતાં ફરિયાદ કરવામાં આવી હતી. આ જ રીતે બીજા સંચાલક રમણભાઇ હિરાભાઇ ચમાર દ્વારા પણ ૨૦૨૨ કિલો ઘઉં, ૩૫૭૦ કિલો ચોખા, ૨૯૦ કિલો ખાંડ અને ૨૮૩૬ લિટર કેરોસીન કિંમત રૂપિયા ૧૩૧૬૯૨નો માલ સગે વગે કર્યો હોવાનું માલુમ પડતાં નાયબ મામલતદાર કિશોરભાઇ જોષીએ બંને સંચાલકો સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી.ડી.ચાવડાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેશોતર ની શાળામાં વશિ્ચ વસ્તી દિનની ઊજવણી
ઉમેદગઢ& ઇડર તાલુકાના દેશોતર ગામમાં આવેલ એચ.ડી.પટેલ વિધ્યામંદિરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રા દ્વારા વશિ્ચ વસ્તી દિનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં વસતી વધારો એક સમસ્યા વિષય પર વકતૃત્વ સ્પધૉ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોને જશવંતગઢ પી.એચ.સી. સેન્ટરના મેડીકલ ઓફીસર આનંદ આયુષે આવકાયૉ હતા. આચાર્ય રામુભાઇ પટેલ, જશવંતભાઇ.એમ.પટેલ, શાળા પરિવાર તથા દવાખાના કર્મચારીઓએ ઉપસ્થિત રહી વધતી જતી વસ્તીની આ અસરો પર જાણકારી પણ આપવામાં આવી હતી.