ન્યૂઝ ઇનબોકસ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાંં ૧૦ પશુઓ ભરેલું વાહન ઝડપાયું
ચોટીલા & ચોટીલા નેશનલ હાઇવે પરથી જીવદયાપ્રેમીઓએ ૧૦ અબોલ પશુઓ ભરેલ વાહન ઝડપી લઇ પોલીસ હવાલે કયઁુ હતું. આ બનાવમાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ચોટીલાના જીવદયાપ્રેમીઓએ ચોટીલાના હાઇવે પર પસાર થઇ રહેલ ટ્રકની તલાશી લીધી હતી. જેમાંથી ૮ ભેંસો અને ર પાડા સહિત ૧૦ પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં કતલખાને લઇ જવાતા મળી આવ્યા હતા. આથી તમામ પશુઓને ચોટીલા પાંજરાપોળમાં મુકત કરાયા હતા. આ બનાવમાં ચોટીલા પોલીસમાં માણાવદર તાલુકાના ખાંભલા ગામના ભીખુનાથ શિવનાથ બાવાજી અને સંજય રાજુભાઇ રબારી સામે ગુનો નોંધાયો છે. આ બનાવની વધુ તપાસ ચોટીલા પી.એસ.આઇ. ચલાવી રહ્યા છે.

મુંબઇમાંથી ચોરાયેલું ડમ્પર લાખાવાડમાંથી મળ્યું
સુરેન્દ્રનગર & સાયલા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બગાસુ ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ સર્જાયો હતો.સાયલા પી.એસ.આઈ. ઇસરાન, અબ્દુલભાઈ, ગઢવીભાઈ સહિતની પોલીસ સાયલાના નોલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન લાખાવાડ ગામની પ્રાથમિક શાળાની બાજુમાંથી પોલીસને બિનવારસી ડમ્પર-એમએચએફ-૪૬એકસ-૫૫૭ હાથ લાગ્યું હતું. ત્યારબાદ ખાલીખમ મળી આવેલા રૂ. ૧૪ લાખની કિંમતના ડમ્પરનો પોલીસે કબજો લઇ વધુ તપાસ અબ્દુલભાઈ ચલાવી રહ્યાં છે.આ ડમ્પર મંુબઇના વિસ્તારોમાંથી ચોરેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ધ્યાને આવતા બિનવારસી ડમ્પરના મૂળ સુધી પહોંચવા પોલીસે દોડધામ શરૂ કરી હતી.