જિલ્લા શિક્ષણાધિકારીની અમદાવાદ ગ્રામ્યમાં બદલી
રાજ્ય સરકાર ચૂંટણી પૂર્વે અધિકારી પર નવાજીયું છે, માત્ર શિક્ષણ ખાતામાં ૧૫ અધિકારીને પ્રમોશન સાથે બઢતી અપાઇ છે, તો ૧૧ જેટલા શિક્ષણાધિકારીને બદલીના ઓર્ડર અપાયા છે, જેમાં કચ્છ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીની બદલી કરાઇ છે, તો ભાડાના નગરનિયોજકની પણ નર્મદા જિલ્લામાં બદલી કરાઇ છે.
સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના વર્ષ અંતર્ગત ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી પ્રક્રિયા આરંભાઇ છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા મહેશ રાવલની અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના શિક્ષણાધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, તેની જગ્યાએ કચ્છમાં માધ્યમિક શિક્ષણાધિકારી તરીકે મુકેશભાઇ પટેલ અને પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નટ્ટુભાઇ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે.
નગરનિયોજક કે.ડી. સાગિઠયાની બે દિવસ અગાઉ બદલી થઇ ગઇ છે, પરંતુ તેમને હજુ સુધી ઓર્ડર ન મળતાં તેઓ અસમંજસમાં મુકાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંદગિ્ધ કર્મચારીઓ તથા અધિકારીઓના ઓર્ડર મુલતવી રાખવામાં આવ્યા છે. નગરનિયોજક પર ભ્રષ્ટાચાર સહિતના અનેક આક્ષેપો થયા છે.