• Gujarati News
  • પાલનપુર અને દાંતા પંથકમાં એક ઇંચ વરસાદ

પાલનપુર અને દાંતા પંથકમાં એક ઇંચ વરસાદ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતાં ખેડૂતો વાવેતરમાં જોતરાયા છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે પાલનપુર-દાંતાપંથકમાં ભારે વરસાદી ઝાપટું પડતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે દાંતીવાડા, વડગામ અને અમીરગઢમાં હળવો વરસાદ નોંધાયો હતો.
એક સપ્તાહ અગાઉ સમગ્ર જિલ્લામાં ચારથી ૧૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે તે બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ લીધો છે. જેના પગલે ખેડૂતો દ્વારા ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે ૧:૦૦ કલાકના સુમારે પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેનાથી પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે, મંગળવારે પુન: ઉઘાડ નીકળ્યો હતો. અને વાતાવરણમાં ઉકળાટ પ્રસરતાં પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ગયા હતા.આ ઉપરાંત દાંતામાં ૨૬મીમી, દાંતીવાડામાં ૧૦ મીમી જ્યારે અમીરગઢ અને વડગામમાં હળવો વરસાદ નોંધાયો છે.

ખેતીના પાકોને જીવતદાન મળ્યું
જિલ્લામાં એક સ’ાહ અગાઉ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોએ ઘાસચારો, મગફળી, ગુવાર તેમજ શાકભાજીનું વાવેતર કર્યું છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતાં ખેતીના પાકોને જીવતદાન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

મોડાસામાં એક જ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ
મોડાસા : સોમવારે મોડી રાત્રે મોડાસા પંથકમાં ૭૬મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે મેઘરજમાં ૬૦ મીમી અને માલપુરમાં ૭૨ મીમી વરસાદ પડતાં જ અસહ્ય બાફ અને ઉકળાટમાં લોકોએ ઠંડક અનુભવી હતી. વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ભાભરપંથકમાં વરસાદની કાગડોળે રાહજોતા ખેડૂતો
ભાભર : જિલ્લાના સરહદી અને પછાત ગણાતા ભાભર, વાવ, થરાદ અને દિયોદર તાલુકા પંથકમાં ચોમાસાને એક મહિનો વિતવા છતાં વાવણી લાયક વરસાદ ન વરસતાં ધરતી પુત્રો િંચતાતુર બન્યા છે. માત્ર જમીન પલડે તેવો ઝરમરીયો વરસાદ વરસીને ઉઘાડ નિકળતા ધરતી ગરમીથી ધખધખી રહી છે. પંથકમાં વરસાદ ખેંચાતાં ખેત તલાવડી અને તળાવો ખાલીખમ ભાસી રહ્યા છે. પંથકમાં અત્યારથી જ પાણીની તંગી અને ઘાસચારાનો અભાવ વર્તાઇ રહ્યો છે કેટલાક બોર અને કેનાલ પાણીની સગવડવાળા ખેડૂતોએ જુવારનો ઘાસચારો ઉગાડયો છે તેમાં પણ પૂળાના ભાવ વધી જતાં પશુપાલકોને પોતાના પશુને કેવી રીતે સાવચવવા તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ચોમાસાને એક માસ થયો છતાં વરસાદ ન થતાં ખેડૂતો આકાશ સામે વરસાદ વરસે તેની મીટ માંડીને બેઠા છે.