• Gujarati News
  • વિદેશમાં જવાની લ્હાયમાં રૂ.૧.૨૦ લાખ ગુમાવ્યા

વિદેશમાં જવાની લ્હાયમાં રૂ.૧.૨૦ લાખ ગુમાવ્યા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં પરિચયમાં આવ્યા બાદ આર્મેનિયા દેશના સ્ટુડન્ટ વઝિા કઢાવી આપવાની વાત કરી હતી
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
આર્મેનિયા દેશના સ્ટુડન્ટ વઝિા કઢાવી આપવાના બહાને વડનગરના સિવિલ એન્જિનિયર થયેલા યુવાને રૂ.૧.૨૦ લાખનો ચૂનો લગાવનાર મહેસાણાના ગિઠયા વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત તપાસ હાથ ધરાઇ છે.
વડનગર સ્થિત ગુજજર સુથારના માઢમાં રહેતા જયદપિકુમાર ડાહ્યાભાઇ મિ±ાી સિવિલ એન્જિનિયર થયા બાદ વધુ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયાસમાં હતા, તે દરમિયાન મહેસાણા હાઇવે સ્થિત અમીકુંજ સોસાયટીમાં રહેતા વિરેન નવનીતભાઇ પટેલના સંપર્કમાં આવ્યા હતા. અહીં વિરેન પટેલે આર્મેનિયા દેશના સ્ટુડન્ટ વઝિા કઢાવી આપવાની લલચામણી વાતો કરી જયદપિ મિ±ાીનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યાર બાદ નક્કી થયા મુજબ વઝિા માટેના ઓરીજનલ ડોકયુમેન્ટ સાથે રોકડ રૂ.૧.૩૫ લાખ જેટલી રકમ વિરેન પટેલને ચૂકવી હતી. જો કે, ગત ૧૯-૯-૧૧ના રોજ વિરેન પટેલે મોબાઇલ કરીને જયદપિ મિ±ાીને દિલ્હી એરપોર્ટ ઉપર આવી જવા તેમજ તેના પાસપોર્ટ વઝિા સહિતના પેપર્સ તૈયાર થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. જે અંતર્ગત દિલ્હી પહોંચ્યા બાદ જયદપિ મિ±ાીએ વિરેન પટેલનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ બંધ આવતાં પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાના અહેસાસ વચ્ચે તેને દિલ્હી સ્થિત ઇન્ડો યુરોપિયન સર્વિસ નામની કચેરીમાં તપાસ કરતાં વિરેને અહીં માત્ર રૂ.૫૫૦૦ રકમ ભરી બાકીના નાણાં ચાઉં કરી ગયો હોવાનું પ્રકાશમા આવ્યું હતું. વડનગર પરત ફરેલા જયદપિ મિ±ાીએ વિદેશ જવા વિરેન પટેલને આપેલા નાણાં પરત લેવા અવારનવાર કરેલી ઉઘરાણીથી તંગ આવી જઇ આખરે વડનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.