• Gujarati News
  • પાલનપુરના સ્ટૂડિયોમાંથી રૂ. ૨૦ હજારની મત્તા ચોરાઇ

પાલનપુરના સ્ટૂડિયોમાંથી રૂ. ૨૦ હજારની મત્તા ચોરાઇ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુરના ગુરુનાનક ચોક પાસે આવેલા સ્ટૂડિયોમાં રવિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ કમ્યૂટરની હાર્ડ- ડસ્કિ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૨૦ હજારની મત્તા ચોરી ગયા હતા.આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુરુનાનક ચોક પાસે આવેલા ઓકે સ્ટૂડિયોમાં રવિવારે રાત્રે તસ્કરોએ સ્ટૂડિયોના તાળા તોડી અંદરથી રૂ. ૧૦ હજાર રોકડા, તેમજ કમ્યૂટરની હર્ડડસ્કિ મળી કુલ રૂ. ૨૦ હજારની મત્તા ચોરી ગયા હતા. આ અંગે ગાયત્રિનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ પરમારે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.