રાયગઢમાં પોિઠયાને દૂધ પીવડાવવા શ્રદ્ધાળુ દોડી ગયા
ભાસ્કર ન્યૂઝ. હિઁમતનગર
મહાદેવના મંદિરમાં પોિઠયો દૂધ પીએ છે. તેવા સૌરાષ્ટ્રના સાવરકંુડલા, જૂનાગઢ, કેશોદના ટીવી પ્રસારણે લોકોને અંચબામાં મૂકી દીધા હતા. તેના પગલે હિઁમતનગર પંથકમાં રાયગઢ ગામે પોિઠયાને દૂધ પીવડાવવાનો ભકતોએ પ્રયોગ કરતા ચમત્કાર લોકોને લાગ્યો હતો. પોિઠયાએ રાયગઢના વૈધનાથ મહાદેવ મંદિરમાં દૂધ પીધુ છે તેવા વાયુ વેગે પ્રસેરલા સમાચારથી લોકો જોવા માટે ઊમટયા હતા. કેટલાક ભકતોએ પોિઠયાને દૂધ પીવડાવી ધન્યતા અનુભવી હતી.
ભાૈતિક શાસ્ત્રના નિયમ મુજબ પાૈરાણિક મંદિરોમાં મૂતિgઓમાં સૂક્ષ્મ તિરાડો પડતી હોય છે. જે રીતે દીવાની વાટ તેલ પીએ છે. તેમ મૂતિgમાં કેશાકર્ષણનો સિધ્ધાંત લાગંુ પડતા પ્રવાહી ચુસાય છે. આ એક વૈજ્ઞાનિક પધ્ધતિ છે. બધી જ મૂતિgઓમાં આવુ થતું નથી.
૧૦ વર્ષ પહેલાં ગણપતિએ દૂધ પીધુ હતું ત્યારબાદ અત્યારે પોિઠયો દૂધ પીએ છે તે બંને સમય ચોમાસાનો છે. ભેજવાળા વાતાવરણમાં આવી દૂધ પીવાની પ્રક્રિયા પથ્થરોમાં દેખાય તેવું પણ અંધશ્રદ્ધામાં માનનારા કહે છે.જોકે આ ઘટનાને લઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું.