ન્યૂઝ ઇનબોકસ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં ડૉ. આંબેડકર ક્રિકેટ ટૂનૉમેન્ટમાં રોક સ્ટાર ઇલેવન ચેમ્પિયન
પાટણ & પાટણમાં બગવાડા વણકરવાસ દ્વારા આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ક્રિકેટ ટુનૉમેન્ટની ફાઇનલ મેચ રવિવારે ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલ મેદાનમાં વણકરવાસની રોક સ્ટાર ઇલેવન અને ડોડીયાવાસની એસએલએસ ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં રોક સ્ટાર ઇલેવન ટીમ વજિેતા બનતાં ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. વજિેતા ટીમના કેપ્ટન ભરત સોલંકીને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર, પ્રવીણભાઇ વાણીયાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટુનૉમેન્ટને સફળ બનાવવા આયોજક દપિક સાધુ, ચિરાગ જાદવ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
સિદ્ધપુરમાં એમ.પી.હાઇસ્કૂલના બે કર્મચારીઓને વિદાય સમારોહ યોજાયો
સિદ્ધપુર & સિદ્ધપુર એમ.પી. હાઇસ્કૂલમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતાં હર્ષદકુમાર વિષ્ણુપ્રસાદ જોષી તેમજ સિનિયર કલાર્ક ઇશવડ મોહંમદ સુલેમાનનો શુક્રવારના રોજ શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો. જેઓને કનુભાઇ મહેતા, એડ્વોકેટ મહેશભાઇ રાવ, લો કોલેજના પ્રિિન્સપાલ પ્રવીણાબેન રાવ, શંભુભાઇ દેસાઇએ શાલ ઓઢાડી સન્માનપત્રક એનાયત કર્યા હતા. નિવૃત્ત થતાં કર્મચારીઓને તેમના ફરજ કાળ દરમિયાન કામગીરીને બિરદાવીને મો મીઠું કરાવી તેઓનું શેષ જીવન સુખમય નિવડે તેવી શુભકામના ઉપસ્થિત લોકોએ પાઠવી હતી.