• Gujarati News
  • પાલનપુરના બેચપુરામાંથી જીપડાલાની ચોરી

પાલનપુરના બેચપુરામાંથી જીપડાલાની ચોરી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ પાલનપુર
પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક જીપડાલાની ઉઠાંતરી થવા પામી હતી. જીપડાલાની સાથે તેમાં પડેલા દૂધના ખાલી કેન પણ ચોરાયા હતા. જેથી આ અંગેની પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
શહેરના બેચરપુરા વિસ્તારમાં શનિવારે રાત્રે જીપડાલા નં.જીજે.૮.ઝેડ, ૩૫૦૭ ઉભું રાખેલુ હતું. જે જીપડાલામાં ડેરીના રૂ.૧૬,૫૦૦ની કિમતના રર ખાલી કેન ભરેલા હતા. જેની મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયા હતા. જે અંગેની ધાનેરા તાલુકાના સીપા ગામના ચંદનસિંગ જવારાજી રાજપૂતે પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.