• Gujarati News
  • થરાદમાં દબાણો હટાવવા પાલિકા મોડી સાંજે જેસીબી સાથે ત્રાટકી

થરાદમાં દબાણો હટાવવા પાલિકા મોડી સાંજે જેસીબી સાથે ત્રાટકી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. થરાદ
થરાદ શહેરનું નગરપાલિકા તંત્ર રવિવારે મોડી સાંજે જેસીબી સાથે ત્રાટકી વેપારીઓએ જાહેરમાર્ગ પર કરેલા દસ જેટલા પાકા દબાણો તોડી પડાયા હતા.
શહેરના નગરપાલિકા શોપિંગ સેન્ટર ત્રણ રસ્તાથી હનુમાનજી સુધીના રાજમાર્ગ પર થયેલા દબાણો દુર કરવાવા પાલિકા ચીફ ઓફિસર પાંચાભાઇ માળી અને ટીમ જેસીબી મશીન સાથે ત્રાટકયા હતા અને જમણી બાજુના વેપારીઓએ પાકા ઓટલા અને રોડ સ્વરૂપે કરેલા દસ જેટલા દબાણો તોડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આઅ ંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, એક મહીના અગાઉ સવeે કરાતા વેપાીરઓએ જાહેર માર્ગ પર આઠથી દસ ફુટ દબાણો કર્યાનું ધ્યાન પર આવ્યું હતું. આથી તે દુર કરાવવા અવાર નવાર લેખિત અને મૌખિક સુચનાઓ આપી રવિવારની સાંજે કાર્યવાહી હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પાલિકાએ દબાણ હટાવવા પોલીસ બંદોબસ્તની પણ માંગણીકરી ન હતી ચીફ ઓફિસરે વેપારીઓના શહેરના વિકાસમાં સહભાગી થવાની લાગણીની કદર કરી હતી.